સુરેન્દ્રનગરમાં બોરવેલમાં પડી ગયેલા બાળકનું દિલધડક રેસ્કયૂ , સ્થાનિકોથી લઈ સેનાનાં જવાનોની કાબિલેદાદ કામગીરી

|

Jun 08, 2022 | 12:58 PM

સુરેન્દ્રનગરના( Surendranagar) ધ્રાંગધ્રાના દુદાપુરા ગામમાં બાળક બોલવેલમાં પડી ગયું હતું. જેને બચાવવા આર્મીથી માંડીને ગ્રામજનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતુ.

સુરેન્દ્રનગરમાં બોરવેલમાં પડી ગયેલા બાળકનું દિલધડક રેસ્કયૂ , સ્થાનિકોથી લઈ સેનાનાં જવાનોની કાબિલેદાદ કામગીરી

Follow us on

સુરેન્દ્રનગરના (Surendrnagar) ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામે બોરવેલમાં (borewell)બાળક પડી ગયું હતું. આ બાળકની ઉંમર અછી વર્ષ જેટલી જ હતી. બાળક પડવાની જાણ થતા આર્મી, ફાયર અને ગ્રામજનો સહિત બધાએ બાળકનું બચાવ અભિયાન (Rescue opration)હાથ ધર્યું હતું. અને સાડા ત્રણ ચાર કલાકની જહેમત બાદ બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું ત્યાર બાદ બાળકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

જિલ્લાના દુદાપુર ગામની સીમમાં અઢી વર્ષનો શિવ મંગશવારે સાંજના સુમારે રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો.આબોરવેલ 300થી 350 ફૂટ ઉંડો હતો. બાળકના રડવાનો અવાજ આવતા તેના માતા પિતાના જાણ થઈ હતી, તેની માતાએ પ્રથમ આ અંગે જાણ થતા તેણે ગભરાઇને શિવના પિતાને બોલાવ્યા હતા જોકે માતા પિતાએ જાતે શિવને બચાવવા પ્રયત્નો કર્યા હતા જે નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ ગભરાયેલા માતા પિતાએ સ્થાનિક તંત્રને જાણ કરી હતી ત્યાર બાદ ગ્રામજનો, પોલીસ, આર્મી ફાયર વિભાગ, માલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતો અને બાળકને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું. ત્યાર બાદ આર્મીની પણ મદદ લેવામાં આવી હતી અને આર્મીના જવાનોએ બાળકને નુકસાન ન થાય તેમજ બાળક વધુ ન ગભરાય તે પ્રકારના પ્રયત્નો હાથ ધર્યા હતા અને  ટૂંકા ગાળામાં જ બાળકને  સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું.

રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ

 

સેનાની કામગીરીને સલામ

બાળકને સુરક્ષિત બહાર કાઢયા બાદ પ્રાથમિક સારવાર માટે ધ્રાંગધ્રાની હોસ્પિટલ અને ત્યાર બાદ સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યો હતો. બાળકને સુરક્ષિત જોતા જ તેના માત પિતાના જીવમાં જીવ આવ્યો હતો અને  બાળકને સુરક્ષિત જોતા  આર્મી તેમજ ગ્રામજનોએ  રાહતનો શ્વાસ લીધો  હતો. સેનાએ બે  કલાકમાં બાળકને  20 ફૂટ ઉંડા  બોરમાંથી સુરક્ષિત બહાર કાઢ્યું હતું.  દેવદૂત બનીને આવેલા આર્મી જવાનોએ બાળકને બોરવેલમાંથી બહાર  કાઢતા  સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

તંત્રએ આપ્યા બોરવેલ બંધ કરવાના આદેશ

 

બાળક પડવાની જાણ થતા જ  ગ્રામજનો, પોલીસ, આર્મી ફાયર વિભાગ, માલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતો અને બાળકને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું.  જોકે  ત્યાર બાદ વધુ મદદ માટે આર્મીને બોલાવવામાં આવી હતી અને સેનાના જવાનોએ ગણતરીના સમયમાં  સંકટમોચન બનીને બાળકનો બચાવ કર્યો હતો.   ઘટના બાદ તંત્ર દ્વારા બોરવેલ બંધ કરવાના આદેશ આપ્યા હતા.

 

 

Published On - 8:57 am, Wed, 8 June 22

Next Article