તળાવમાંથી વીજળી ઉત્પન્ન કરે છે આ ખેડૂત, ખેતરમાં નથી એક પણ બોરવેલ, જાણો કઈ રીતે કાઢ્યો રસ્તો

સુરેશના મનમાં પ્રગતિશીલ ખેડૂત બનવાનું સપનું હતું. એટલા માટે પ્રિ-યૂનિવર્સિટી કોર્સ પૂર્ણ કર્યા બાદ તેઓએ ખેડૂત બનવાનો વિકલ્પ પસંદ કર્યો. એન્જીનિયરીંગ કર્યું નહીં. પરંતુ તળાવથી પોતાના ઘર અને ખેતીના ઉપયોગ માટે વીજળી ઉત્પન્ન કરવાનો કાયમી ઉકેલ શોધ્યો.

તળાવમાંથી વીજળી ઉત્પન્ન કરે છે આ ખેડૂત, ખેતરમાં નથી એક પણ બોરવેલ, જાણો કઈ રીતે કાઢ્યો રસ્તો
Farmer Produces Electricity from the Pond

આપણા દેશના ખેડૂતોમાં એક ખાસ વાત એ છે કે તેઓ વિપરીત પરિસ્થિતિઓમાં પણ કંઈકને કંઈક કોઠાસૂઝથી રસ્તો શોધી લેતા હોય છે. જેથી તેમને ખેતી કામોમાં સરળતા રહે. એવા જ એક ખેડૂત છે કર્ણાટકના 61 વર્ષીય સુરેશ વાલનાડ જેઓ કર્ણાટક (Karnataka)ના દક્ષિણ કન્નડ જિલ્લાના રહેવાસી છે.

આમ તો તેમના પિતા ઈચ્છતા હતા કે સુરેશ મોટા થઈને એન્જીનિયર બને પરંતુ સુરેશના મનમાં પ્રગતિશીલ ખેડૂત બનવાનું સપનું હતું. એટલા માટે પ્રિ-યૂનિવર્સિટી કોર્સ પૂર્ણ કર્યા બાદ તેઓએ ખેડૂત બનવાનો વિકલ્પ પસંદ કર્યો. એન્જીનિયરીંગ કર્યું નહીં. પરંતુ તળાવ (Pond)થી પોતાના ઘર અને ખેતીના ઉપયોગ માટે વીજળી (Electricity) ઉત્પન્ન કરવાનો કાયમી ઉકેલ માટે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

16 વર્ષથી વીજળી ઉત્પાદન કરી રહ્યા છે સુરેશ
પુત્તુર તાલુકાના બલનાડ ગામના બયાર નિવાસી સુરેશ બાલનાડ વીજળી ઉત્પન્ન કરવા માટે 60 ફુટથી ઊંડા તળાવના પાણીનો ઉપયોગ કરે છે. તેઓએ વીજળી ઉત્પન્ન કરવા માટે એક પાઈપ સાથે એક એર ટર્બાઈન લગાવ્યો છે. પોતાના આ સંશોધનની મદદથી સુરેશ છેલ્લા 16 વર્ષથી 2 કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. જ્યાં તેઓ વીજળી ઉત્પાદન કરે છે ત્યાં નહેરના માધ્યમથી પાણી વહેતુ રહે છે.

વીજળી કાપ અને વધુ વીજળી બિલથી હતા પરેશાન
તેઓએ TNSEને જણાવ્યું કે, પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવાનો નિર્ણય કર્યો કારણ કે, તેઓ સતત વીજળી કાપ અને વધુ વીજળી બીલથી પરેશાન થઈ ચૂક્યા હતા. તેઓએ જણાવ્યું કે, વીજળી માટે બીજા ઉપર નિર્ભર રહેવા માગતા નહોતા. જે વીજળી તેઓ ઉત્પાદન કરી રહ્યા છે. તે માત્ર ઘરેલુ ઉપયોગ માટે છે અને વધુ વરસાદ થવા પર જાન્યુઆરી સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. તેઓએ જણાવ્યું કે, બાળપણથી જ મનમાં એક ઈચ્છા હતી કે તમામ પ્રાકૃતિક સ્ત્રોતનો ઉપયોગ કરે.

એક જ તારીખે થયો હતો સર એમ વિશ્વેશ્વરૈયા અને સુરેશનો જન્મ
તેમના પરિવારના સભ્યોનું કહેવું છે કે, સુરેશના પિતા તેમને કહેતા હતા કે, તેઓ એક એન્જીનિયર બને કારણ કે, તેમનો જન્મ એજ દિવસે થયો હતો જે દિવસે સર એમ વિશ્વેશ્વરૈયાનો જન્મ થયો હતો. પરિવારના સભ્યો કહે છે કે, અમે દર મહિને વીજળી બીલના રુપે 1,400 રૂપિયાની ચૂકવણી કરતાં હતા. પરંતુ હવે ‘અમે કર્ણાટક વીજળી બોર્ડને માત્ર લઘુતમ ચાર્જની ચૂકવણી કરે છે.’

સુરેશના ખેતરે જઈ સ્કૂલના બાળકો શીખે છે
આ વિશે વધુ જાણવા માટે અનેક લોકો વીજળી ઉત્પન્ન કરતા સ્થળની મુલાકાત કરી રહ્યા છે. સુરેશ સ્કૂલના બાળકોને વીજળી ઉત્પાદન વિશે શિક્ષણ આપવા માટે આમંત્રિત કરી રહ્યા છે. એક સરકારી સ્કૂલના શિક્ષકે જણાવ્યું કે, પહેલા અમારે બાળકોને પનવીજળી પરિયોજના જોવા માટે શિવમોગ્ગાના જોગ ફોલ્સમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્લાંટ લઈ જતાં હતા. ‘હવે અમે પોતાના વિદ્યાર્થીઓને સુરેશના ખેતરે લઈ જાય છીએ.’

જોકે, હાલ કોવિડ-19 ના કારણે તેઓએ લોકોને ખેતરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુરેશએ વીજળી ઉત્પાદન કરવા સિવાય સંપૂર્ણ રીતે વરસાદના પાણીને જળ સંચયના આધારે ભૂજળ સ્તરને વધારવાના પ્રયત્નો પણ કર્યો છે. તેઓ નારિયલ, સોપારી, શાકભાજી ઉગાડે છે. અને તેમના ખેતરમાં બોરવેલ નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati