Surendranagar : લખતર માર્કેટ યાર્ડમાં કપાસની ખુલ્લી હરાજી શરૂ, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

|

Sep 27, 2022 | 1:28 PM

કપાસના ભાવ મણના રૂપિયા 1 હજાર 950 સુધી બોલાતા મોટી સંખ્યામાં ખેડૂતો (Farmer) કપાસ વેચવા આવ્યા હતા. તો માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસેથી કોઈ ટેક્સ કે સેસ નહી લેવામાં આવતા ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થશે.

Surendranagar : લખતર માર્કેટ યાર્ડમાં કપાસની ખુલ્લી હરાજી શરૂ, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
Lakhtar Market yard

Follow us on

નવરાત્રીના (Navratri) પાવન પર્વ પર સુરેન્દ્રનગરના લખતર માર્કેટ યાર્ડમાં (lakhtar marketing yard) કપાસની ખુલ્લી હરાજી શરૂ કરવામાં આવી છે. કપાસના ભાવ મણના રૂપિયા 1 હજાર 950 સુધી બોલાતા મોટી સંખ્યામાં ખેડૂતો (Farmer) કપાસ વેચવા આવ્યા હતા. પ્રથમ દિવસે માર્કેટ યાર્ડમાં (marketing yard)  5 હજાર મણ કપાસની (Cotton) આવક નોંધાઈ હતી. મહત્વપૂર્ણ છે કે, માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસેથી કોઈ ટેક્સ કે સેસ નહી લેવામાં આવતા ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થશે.  જોકે કપાસના હરાજીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

સૌરાષ્ટ્રના માર્કટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક

નવરાત્રીના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના તથા સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ (Gondal) માર્કેટિંગ યાર્ડમાં મગફળીની (Groundnut) પુષ્કળ આવક થવા પામી છે, રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ છે અને મગફળીની હરાજીમાં 20 કિલો મગફળીના 1 હજારથી માંડીને 1, 350 રૂપિયા સુધીની આવક પ્રાપ્ત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને તેમનો માલ સુકવીને લઇને આવવાની અપીલ કરવામાં આવી હતી કે જેથી ખેડૂતોને હજુ પણ વધુ ભાવ મળી શકે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. ખુલ્લી હરાજીમાં ખેડૂતોને પોતાની મગફળીના સાારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ મગફળીના એક મણના 1000થી લઈ 1300 રૂપિયા સુધીના ભાવ મળી રહેતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી. અત્યાર સુધી માર્કટ યાર્ડમાં 3000 જેટલી મગફળી ગુણીની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં 20થી 25 હજાર જેટલી મગફળીની ગુણીની આવક થશે તેવું યાર્ડના સેક્રેટરીનું કહેવું છે ગુજરાતમાં  (Gujarat rain ) આ વર્ષે સાર્વત્રિક વરસાદથી રવિ પાકનું સારું વાવેતર થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું  (Ground nut) વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે.

Next Article