Surendranagar : લખતરમાં નર્મદા કેનાલમાં પાણી ખેતરોમાં પાણી ફરી વળ્યા, ઉભા પાક પર ફરી વળ્યા પાણી

Surendranagar: લખતરમાં નર્મદા કેનાલનો ગેટ ખોલા નખાતા કેનાલ ઓવરફ્લો થઈ હતી અને કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા જેના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 11:09 PM

સુરેન્દ્રનગર (Surendranagar)ના લખતરમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે. ભાસ્કરપરાથી વિઠ્ઠલાપુર, બજરંગપુરા તરફ જતી નર્મદા મેઇન કેનાલમાં ભાસ્કરપરા પાસે કેનાલ પર ગેટ મુકેલ છે. સ્થાનિકોને જાણ કર્યા વગર નર્મદા કેનાલ (Narmada Canal)નો ગેટ ખોલી નખાતા કેનાલ છલકાઇ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. કેનાલ ઓવરફ્લો (Over Flow) થતા હજારો વીઘા જમીન તથા અમદાવાદ-સુરેન્દ્રનગર હાઇવે પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં ઉભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વળી હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જાણ કર્યા વિના કેનાલનો ગેટ ખોલી નખાતા પાણી ખેતરોમાં ફરી વળ્યા

ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કોની બેદરકારીથી ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યોછે. મહામૂલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે ખેડૂતોને કોણ વળતર આપશે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીઓના કારણે તેમણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે તેમને જાણ કર્યા વિના ગેટ કેમ ખોલી નાખવામાં આવ્યો. શું જે તે ગેટ ખોલી નાખનાર અધિકારીને એટલી જાણ નહીં હોય કે આગોતરા આયોજન વિના ગેટ ખોલી નાખતા કેનાલ છલકાઈ જશે અને પાણી ખેતરોમાં અને હાઈવે પર ફરી વળશે ? હાલ તો કેનાલનો ગેટ કોણે ખોલી નાખ્યો તેના વિશે તંત્રના કોઈ અધિકારી મગનું નામ મરી નથી પાડી રહ્યા.

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">