AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલા અને તેના પુત્રને લોકોએ ધક્કે ચઢાવ્યા, શ્વાનને પણ દંડાથી ફટકાર્યો

સુરતના (Surat) વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં શ્વાનના એક બચ્ચાની માતા મૃત્યુ પામી હતી. જેથી જીવદયા પ્રેમી માતા-પુત્ર દ્વારા આ શ્વાનને ખોરાક આપવામાં આવી રહ્યો હતો.

Gujarati Video : શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલા અને તેના પુત્રને લોકોએ ધક્કે ચઢાવ્યા, શ્વાનને પણ દંડાથી ફટકાર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 3:09 PM
Share

સુરતમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનના હુમલાના અનેક કેસ સામે આવી રહ્યા છે. શ્વાનના કરડવાના અનેક બનાવો બને છે. જો કે આ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરતમાં શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલા અને તેના પુત્રને અન્ય લોકો દ્વારા ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. એટલુ જ નહીં શ્વાનના બચ્ચાને પણ કેટલાક લોકોએ દંડાથી ફટકાર્યો હતો.

આ પણ વાંચો-મહાઠગ કિરણ પટેલ સામે શ્રીનગર કોર્ટે આપ્યા પ્રાથમિક તપાસના આદેશ, જુઓ Video

લોકોએ માતા-પુત્રને ધક્કે ચઢાવ્યા

સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં શ્વાનના એક બચ્ચાની માતા મૃત્યુ પામી હતી. જેથી  જીવદયા પ્રેમી માતા-પુત્ર દ્વારા આ શ્વાનને ખોરાક આપવામાં આવી રહ્યો હતો. જો કે સુરતમાં વારંવાર શ્વાન કરડવાની ઘટનાને લઇને લોકોમાં પહેલાથી જ રોષ ભભૂકેલો હતો. જેથી રખડતા શ્વાનને લઇને લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા. તેવામાં મહિલા અને તેના પુત્ર દ્વારા શ્વાનને ખોરાક ખવડાવતા જોઇ લોકોએ માતા-પુત્રને ધક્કે ચઢાવ્યા હતા.

શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકાર્યો

એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ મહિલા અને તેના પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. સામાન્ય બોલા ચાલી બાદ માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. શ્વાનના બચ્ચાઓની માતા મૃત્યુ પામી હોવાથી આ મહિલા અને તેનો પુત્ર શ્વાનના બચ્ચાનું ધ્યાન રાખી રહ્યા હતા. જો કે લોકોએ આ બંને માતા-પુત્ર સાથે બોલાચાલી કરી હતી. એટલુ જ નહીં લોકોએ શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકાર્યો હતો.

મહત્વનું છે કે સુરતમાં 40 દિવસમાં રખડતા શ્વાને ત્રણ બાળકો પર હુમલો કર્યો છે. જે પૈકી બેના મોત થયા છે. બીજી તરફ પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થયો છે. ત્રણ-ચાર દિવસ પહેલા જ અલથાણ ગામમાં રખડતાં બે શ્વાને પાંચ વરસની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને કરેલા જીવલેણ હુમલાથી બાળકીનો જીવ જોખમમાં આવી ગયો હતો. હદ તો ત્યાં છે કે આ ઘટના અંગે 28 તારીખના રોજ ઓનલાઈન ફરિયાદ થઈ હોવા છતાં મનપાનું તંત્ર અહીં ફરક્યું સુધ્ધાં નહોતુ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">