AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાઠગ કિરણ પટેલ સામે શ્રીનગર કોર્ટે આપ્યા પ્રાથમિક તપાસના આદેશ, જુઓ Video

કિરણ પટેલ સામે શ્રીનગર કોર્ટે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા. જેમાં 18 લાખની છેતરપિંડી અંગે સ્થાનિક પોલીસ તપાસ કરશે. 15 એપ્રિલ સુધીમાં તપાસનો રિપોર્ટ આપવા આદેશ અપાશે. કિરણ પટેલ સહિત 3 લોકો સામે છેતરપિંડીની અરજી

મહાઠગ કિરણ પટેલ સામે શ્રીનગર કોર્ટે આપ્યા પ્રાથમિક તપાસના આદેશ, જુઓ Video
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 04, 2023 | 12:45 PM
Share

મહાઠગ કિરણ પટેલને લઇ શ્રીનગર કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. છેતરપિંડી પ્રકરણમાં કિરણ પટેલ વિરુધ કાર્યવાહી કરવામાં આવી છે. 18 લાખની છેતરપીંડી અંગે શ્રીનગરની કોર્ટે સ્થાનિક પોલીસને તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર તપાસના રિપોર્ટ 15 એપ્રિલ સુધીમાં આપવા આદેશ કરવામાં આવ્યું છે.

સતત મહાઠગના કારનામા આવી રહ્યા છે બહાર.

ગુજરાતના ઠગ કિરણ પટેલે PMOના અધિકારી હોવાનુ કહીને કેટલાય લોકોને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. જે પછી સતત મહાઠગના કારનામા એક પછી એક બહાર આવી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જે પછી કિરણ પટેલની પત્ની માલિની પટેલની, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા માલિનીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે અમદાવાદના પોશ વિસ્તારમાં આલિશાન મકાન પડાવવાનો કારસો રચ્યો હોવાનું ખુલ્યું હતું.

જમ્મુ કાશ્મીર સરકારના તપાસના આદેશ

કિરણ પટેલ વિરુદ્ધ જમ્મુ કાશ્મીર સરકાર અને પોલીસ કાર્યવાહી કરશે. જે અંગે સ્થાનિક પોલીસને પણ, કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.  15 કરોડનો બંગલો પચાવવા કિરણ પટેલે PMOના અધિકારી બનીને ઠગાઈના મામલા અંગે પણ તપાસ કરાશે. નકલી PMO અધિકારી બનવા સાથે વિવિધ ગુનાઓ અંગે હવે મહાઠગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગેરકાયદેસર કામકાજ અંગે કરશે તપાસ

નકલી PMO અધિકારી બની જેટલા પણ પ્રવાસ કિરણ પટેલે કર્યા છે. તે અંગે પણ ઊંડાણ પૂર્વક તપાસ કરાશે. આટલા સમય સુધી કિરણ પટેલ કોની કૃપાથી આટલા પ્રવાસો કર્યા તે અંગે પણ તપાસ થશે. મહત્વનું છે કે, PMO અધિકારી પદ પર કિરણ પટેલ દ્વારા જેટલા પણ ગેરકાયદેસર કામોને અંજામ આપ્યો છે તે અંગે તપાસ કરાશે. આ અંગે હાલના છેતરપિંડી કેસમાં કિરણ પટેલ સહિત 3 લોકો સામે છેતરપિંડીની અરજી આવી છે.

આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવાશે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કશ્મીરથી લાવશે અમદાવાદ

કિરણે નામ બદલી કરી છેતરપિંડી

નકલી PMO અધિકારી સાથે મહાઠગે છેતરપિંડી કરવા માટે પોતાનું નામ બદલ્યું હતું. ચેતન પ્રકાશ નામના ધંધાર્થી તરીકે ઓળખ આપી હતી. જે બાદ 18 લાખની છેતરપીંડી આચરી હતી. આ તમામ મુદ્દાઓની કાર્યવાહી અંગે જમ્મુ કાશ્મીર પોલીસ 15 એપ્રિલ સુધીમાં તપાસનો રીપોર્ટ કોર્ટમાં રજુ કરવા આદેશ આપ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">