AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VNSGU : સેનેટની ચૂંટણીનો ધમધમાટ, પહેલી વાર ત્રણ વિદ્યાર્થી સંગઠન વચ્ચે જામશે જંગ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં (VNSGU) પહેલી વખત એબીવીપી - એનએસયુઆઈ અને સીવાયએસએસ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે.

VNSGU : સેનેટની ચૂંટણીનો ધમધમાટ, પહેલી વાર ત્રણ વિદ્યાર્થી સંગઠન વચ્ચે જામશે જંગ
VNSGU(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 8:50 AM
Share

આગામી 14મી ઓગસ્ટના (August ) રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં (VNSGU) યોજાનાર સેનેટની ચુંટણીની (Election ) તડામાર તૈયારીઓ વચ્ચે આજે આમ આદમી પાર્ટીની યુવા પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) દ્વારા આર્ટ્સ અને કોમર્સ સહિત પાંચ ફેકલ્ટીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદ દરમ્યાન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આગામી 14 ઓગસ્ટના રોજ સેનેટની ચુંટણી સંદર્ભે પાંચ અલગ – અલગ ફેકલ્ટીના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ દરમ્યાન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી સેનેટની ચુંટણી પ્રવેશ, પરીક્ષા, પરિણામ, પઠન અને પારદર્શિતાના મુદ્દે લડવામાં આવશે.

આજે સીવાયએસએસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો પૈકી કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં વિશાલ વસોયા, આર્ટ્સ ફેકલ્ટીમાં યોગેશ માહ્યાવંશી, કોમર્સમાં પીનલબેન દુધાત અને સાયન્સ ફેકલ્ટીમાં કિશન ધોરી જ્યારે હોમ્યોપેથિક વિભાગમાં ડો. ચેતનાબેન કાછડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પહેલીવાર ત્રણ વિદ્યાર્થી સંગઠન વચ્ચે જામશે જંગ :

હાલમાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ સેનેટ ચુંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં પહેલી વખત એબીવીપી – એનએસયુઆઈ અને સીવાયએસએસ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે.

એબીવીપી દ્વારા પણ થોડા દિવસો પહેલા જ સેનેટની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સી.આર.પાટિલના પુત્ર જીગ્નેશ પાટીલ પણ ડોનર સીટ પરથી સેનેટની ચૂંટણી લડશે એવા સમાચારો વહેતા થયા હતા. જોકે તે જ દિવસે મોડી સાંજે જીગ્નેશ પાટીલે એક વિડીયો જાહેર કરીને પોતે સેનેટની ચૂંટણી લડી રહ્યા છે તે વાતને રદિયો આપી દીધો હતો.

જે બાદ આજે પહેલી વાર સેનેટની ચૂંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીનું વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) દ્વારા પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમ, યુનિવર્સીટીની ચૂંટણીમાં પહેલી વાર સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. અત્યારસુધી એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચે ટક્કર થતી હતો. જોકે હવે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પણ મેદાનમાં આવતા મુકાબલો બરાબરનો થશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">