Surat : બે વર્ષ પછી સુરતમાં જામ્યો હોળીનો રંગ, આ વખતે 10ની જગ્યાએ 13 રાજસ્થાની ટીમ ફાગોત્સવ મનાવવા સુરત પહોંચી
બે વર્ષ બાદ સુરત આવેલા કલાકારોને કોરોનાકાળમાં પ્રોગ્રામોના યોજાતા ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સુરત આવેલ લવલી ઉર્ફે વિક્રમસિંહ એ કહ્યું કે" સુરતમાં અમે હોળી દરમ્યાન ખૂબ સારું કમાઈ લેતા હોય છે .હોળીના 10 દિવસ અમે જે કમાઈ કરીએ છીએ તે અમે આખા વર્ષ દરમિયાન રાજસ્થાનમાં પણ નથી કરતા. એટલે અમારા માટે સુરત ખૂબ જ મહત્વનું છે .
બે વર્ષ ના કોરોનાકાળ (Corona )માં ઘણા લોકોને આર્થિક તકલીફો નો સામનો કરવો પડ્યો છે.ફાગોત્સવ દરમિયાન સુરત આવતા રાજસ્થાની(Rajasthani ) કલાકારો એ પણ બે વર્ષ કાર્યક્રમ ના યોજાતા હાલાકી ભોગવવી પડી હતી.હાલ સુરત માં ફાગોત્સવ ના હોળી(Holi ) ના કાર્યક્રમમાં સુરત આવેલા કલાકારોએ પોતાની આપવીતી જણાવી હતી. સાથે જ આ વર્ષે આ કાર્યક્રમો તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે તેવું પણ તેમણે કહ્યું હતું.
હાલમાં સુરતમાં વસતા રાજસ્થાની પરિવારો દ્વારા ફંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજસ્થાનીઓ માટે હોળી ધુળેટી એ સૌથી મોટો તહેવાર છે.અહીં વસતા રાજસ્થાનીઓ દર વર્ષે હોળી ધુળેટી માં ફાગોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાજસ્થાનથી તેઓ કલાકારો ને બોલાવે છે હાલમાં સુરતમાં રાજસ્થાની પરિવારો દ્વારા ફાગોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ફાગોત્સવના એક કાર્યક્રમમાં 25 હજારથી લઈને એક લાખ સુધીનો ખર્ચો કરવામાં આવે છે. હોળી પછી પણ આ ઉત્સવ ચાલતો રહે છે. મહામારીમાંથી બહાર આવેલા સુરતમાં આ વર્ષે 10 ની જગ્યાએ 13 જેટલી ટીમ રાજસ્થાન થી ફાગોત્સવ મનાવવા સુરત આવી પહોંચી છે.
બે વર્ષ બાદ સુરત આવેલા કલાકારોને કોરોનાકાળમાં પ્રોગ્રામોના યોજાતા ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સુરત આવેલ લવલી ઉર્ફે વિક્રમસિંહ એ કહ્યું કે” સુરતમાં અમે હોળી દરમ્યાન ખૂબ સારું કમાઈ લેતા હોય છે .હોળીના 10 દિવસ અમે જે કમાઈ કરીએ છીએ તે અમે આખા વર્ષ દરમિયાન રાજસ્થાનમાં પણ નથી કરતા. એટલે અમારા માટે સુરત ખૂબ જ મહત્વનું છે .
પરંતુ છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે અમે સુરત આવી શક્યા ન હતા. તેના કારણે અમારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.પરિવાર ચલાવવું ખુબજ અઘરું થઈ ગયું હતું. કારણ કે બીજે પણ એટલા પ્રોગ્રામ પણ થતા ન હતા. જોકે આ વર્ષે અમે સુરત આવ્યા છે અને અમે ખુશ છીએ કારણ કે આ વખતે અમને સારા એવા પ્રોગ્રામ મળ્યા છે.અને જે કમાણી અમે ગયા વર્ષે ના કરી શક્યા એ કમાણી અમે આ દસથી પંદર દિવસમાં કરી લઈશું.
આમ, કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે હોળી ધુળેટીનો પર્વ ખુબ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે એ નક્કી છે અને તેને લઈને સામાન્ય લોકોમાં ખુબ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકો હવે પોતાના મિત્રો અને સબંધીઓ સાથે કોઈપણ જાતના પ્રતિબંધ વગર હોળીનો આ પર્વ મનાવી શકશે.
આ પણ વાંચો :