સુરતમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીને ભાઈ સાથે ઝઘડો થતાં ઝેર પીને જીવન ટુંકાવ્યુ
આ બાબતે મૃતક રિતિકાની નાની બહેન રીતુએ જણાવ્યુંકે, અમે સવારે ચા નાસ્તો કરતા હતા ત્યારે ચાય બનાવવા બાબતે મારી રિતિકા જોડે ઝઘડો થઈ ગયો હતો.
સુરત શહેરમાં સતત આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. તેવી જ રીતે આજરોજ ફરીથી શહેરના સચિન વિસ્તારમાં આવેલ સ્લમ આવાસમાં રહેતી 16 વર્ષીય રિતિકા સિંગ પોતાના ભાઈ બહેન જોડે ઝઘડો થતાં ઘરથી થોડે દૂર જઈ ઝેર પી લીધું હતું. ઝેર પિતા જ રિતિકાને તેની બહેનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ રિતિકાનું મોત થતા પરિવાર શોખમાં ગરકાવ થઇ ગયું હતું. ઘટનાની જાણ સચિન પોલીસને કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ બાબતે મૃતક માતા રીના સિંગ એ જણાવ્યું કે, હું નોકરી ઉપર હતી. હું સિલાઈ નું કામકાજ કરું છું. અને મારા પતિ ઇન્દ્રદેવ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. રવિવારે સાવરે 11 વાગ્યે મને મારાં પાડોશી નો ફોન આવ્યો કે આ રીતે ત્રણે બહેનોમાં ઝઘડો ઝઘડો થયો છે. એટલે મેં કહ્યું કે, હું આવું છું અને ત્રણે ને સમજવું છું.વધુમાં જણાવ્યુંકે, હું ઘરે પહોંચતી જતી એટલામાં મને ફરીથી ફોન આવ્યો કે, રિતિકા ને હોસ્પિટલમાં લઈ ગયા છે. તેના મોઢામાંથી ફીણ નીકળતી હતી.એટલે તેને એમ્બ્યુલન્સ હોસ્પિટલ લઈ ગયા છે. હું તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.ત્યાં રિતિકાને O વોર્ડમાં દાખલ કર્યો હતો. પરંતુ સોમવારે મોડી સાંજે રિતિકાની સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.
આ બાબતે મૃતક રિતિકાની નાની બહેન રીતુએ જણાવ્યુંકે, અમે સવારે ચા નાસ્તો કરતા હતા. ત્યારે ચાય બનાવવા બાબતે મારી રિતિકા જોડે ઝઘડો થઈ ગયો હતો. એટલે અમારી વચ્ચે મારો નાનો ભાઈ આવ્યો તેણે અમને કહ્યું કે, આપણે ચાય નથી પીવી એમ કહીને મામલો વધારે ગરમ થઇ ગયો હતો.અમે કુલ ત્રણ બહેનો અને એક ભાઈ એમ કુલ ચાર જણા છીએ એમ ઘરમાં આ રીતે જ હસતા રમતા ઝઘડતા રહીએ છીએ. પરંતુ રિતિક અને શું થઈ ગયું કે તેણે ઘરથી થોડી દૂર જઈને ઝેર પી લીધું હતું. રિતિકા ને હોસ્પિટલ પણ અમે બધા લઈ ગયા હતા. હોસ્પિટલ પોંહચતા જ રિતિકા એ ઘણી વખત ઉલ્ટીઓ પણ કરી હતી.રિતિકા ઘર નજીક આવેલી એલ.ડી. હાઈસ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. અમે કુલ 4 ભાઈ બહેનમાં એક નાનો ભાઈ જે ધોરણ 6માં અભ્યાસ કરે છે. રિતિકા 2 નંબરની બેન હતી.તેનાથી મોટી હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. અને 3 નંબરવાળી બહેન ધોરણ-9માં અભ્યાસ કરે છે.