AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST વધારા મુદ્દે વેપારીઓ આકરા પાણીએ: સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડિસેમ્બરે બંધ રાખવાની જાહેરાત, કરોડોના નુકસાનની ભીતિ

કેન્દ્ર સરકાર દ્વારા કાપડના GST દરમાં વધારો કરવાના વિરોધમાં 30 તારીખે કાપડ માર્કેટ બંધ રહેશે. સુરત ફોસ્ટાએ કાપડ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી છે.

GST વધારા મુદ્દે વેપારીઓ આકરા પાણીએ: સુરત ટેકસટાઇલ માર્કેટ 30 ડિસેમ્બરે બંધ રાખવાની જાહેરાત, કરોડોના નુકસાનની ભીતિ
Surat textile market will be closed on December 30 in protest of GST rate hike
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 29, 2021 | 12:33 PM
Share

Surat GST Protest: સુરતમાં હવે કાપડ પર જીએસટી પાંચ ટકાથી વધારી 12 ટકા કરવા સામે વેપારીઓ એકજુથ થઈને વિરોધ કરવા રણનીતિ બનાવી રહ્યા છે. તારીખ 30 ડિસેમ્બરના રોજ વેપારીઓ હવે સજ્જડ બંધ રાખીને વિરોધ પણ વ્યક્ત કરવાના છે. આ પહેલા વેપારીઓ કાળી પટ્ટી બાંધીને થાળીઓ વગાડીને વિરોધ દર્શાવવાના હતા. પણ શહેરમાં 144 કલમ લાગુ હોવાથી, ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી હવે વેપારીઓએ રણનીતિ બદલી છે. પહેલી જાન્યુઆરીએ જીએસટીનો (GST Rate) દર વધે તે પહેલાં સરકારના કાન ખોલવા વેપાર ધંધા બંધ રાખીને વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

વેપારીઓને થશે કરોડોનું નુકશાન : ફોસ્ટા

મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇન પર જીએસટીનો દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા મામલે માત્ર સુરતના નહીં પરંતુ દેશભરના કાપડના વેપારીઓ અને પાવરલૂમ કારખાનેદારો નારાજ થયા છે. વિવર્સથી 650 કરોડની ક્રેડિટ 12 ટકાના દર સાથે જતી રહે છે. એટલુ જ નહીં તેમના કેલ્કયુલેશન પ્રમાણે વર્ષે વિવિંગ ઉદ્યોગને 1600 કરોડનું જ્યારે કાપડના વેપારીઓને 2200 કરોડનું નુકસાન થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી હતી .

વેપારીઓના હિતમાં નિર્ણય લેવાશે : દર્શના જરદોશ

કેન્દ્રના ટેક્સટાઇલ રાજય મંત્રી દર્શના જરદોશ જણાવ્યું હતું કે , સુરતના વિવર્સો અને કાપડના વેપારીઓની જીએસટીના સ્લેબને લગતી લાગણી અમે નાણામંત્રી નિર્મલા સિતારમણ સુધી પહોંચાડી છે. કેન્દ્ર સરકારે હંમેશા સુરતના કાપડ ઉધોગનું અગાઉ પણ હિત જોયું છે. અને ભવિષ્યમાં પણ વેપારીઓનું હિત જોશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીના જણાવ્યા પ્રમાણે કાપડ ઉદ્યોગ સાથે 35 કરોડ કામદારો સીધા અને આડકતરી રીતે સંકળાયેલા છે. જેમાંથી મોટાભાગની મહિલાઓ છે જેઓને સીધી અસર થશે. દેશમાં 5 લાખ ઓટોમેટિક લૂમ્સ છે, જેમાંથી 50 ટકા સુરતના છે. જેના કારણે આ નિર્ણયની વિપરીત અસર થશે.

તેમણે ઉમેર્યું હતું કે જીએસટીનો દર વધવાથી છેલ્લું ભારણ ગ્રાહક પર જ આવશે. એકબાજુ સરકાર મોંઘવારી ઘટાડવાના પ્રયત્નો કરી રહી છે. ત્યાં જીએસટી વધવાથી લોકોને કપડા ખરીદવા પણ મોંઘા બનશે. જીએસટી આવવાથી સાડી અને ડ્રેસ મટિરિયલ્સની કિંમતોમાં પણ 15 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીનો વધારો જોવા મળશે.

આ પણ વાંચો: Surat: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર હેવાનને અપાશે ફાંસીની સજા? આજે કોર્ટ સંભળાવશે ચુકાદો

આ પણ વાંચો: સ્માર્ટસિટી કે ‘ખાડા-સિટી’? ગુજરાતના આ શહેરના રસ્તાઓની હાલત દયનીય, લોકોને ક્યારે મળશે સારા રસ્તાનું સુખ?

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">