Surat: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર હેવાનને અપાશે ફાંસીની સજા? આજે કોર્ટ સંભળાવશે ચુકાદો
હજીરામાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં દોષિતને આજે સજા સંભાળાવાશે. તો આ હેવાનના આરોપને લઈને સરકારી વકીલે ફાંસીની માગ કરી છે.
Surat Hajira Case: સુરતના હજીરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ (Rape Case) આચરી હત્યા કરવાના કેસમાં દોષિતને આજે સજા સંભાળાવાશે. સરકારી વકીલે દોષિત સુજીત સાકેતને ફાંસીની સજાની માગણી કરી છે. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપીની માનસિકતા સારી નથી જેને લઈને જેલમાં રહેલા અન્ય કેદીઓની સુરક્ષા પર પણ જોખમ છે. એટલે આ આરોપીને જેલમાં તો ન જ રાખી શકાય.
દોષિત વિરુદ્ધ કોર્ટમાં અલગ અલગ 26 સાક્ષીઓની તપાસ રજૂ કરાઇ હતી. ઉપરાંત 53 જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યાં હતા. અગાઉની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ અન્ય એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જો કે, તે બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો. જેથી તે બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ છે.
મહત્વનું છે કે એપ્રિલ મહિનામાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની સુજીત સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો.
આ પણ વાંચો: સુરતમાં વાયબ્રન્ટ પહેલાં પ્રિ વાયબ્રન્ટ સમિટ: ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી ધમધમતો બનાવવા વૈશ્વિક આહ્વાન
આ પણ વાંચો: SURAT : કોરોનાના વધતા કેસો વચ્ચે 11 જાન્યુઆરી સુધી કલમ 144 લાગું, 4 લોકોને ભેગા થવા પર પ્રતિબંધ