Surat: તાપી રિવરફ્રન્ટ પર બનાવાયેલા ડોમમાં ફરી આગ લાગતા અનેક તર્ક વિતર્ક

|

Feb 24, 2022 | 12:56 PM

રિવફ્રન્ટમાંના ડોમમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર બિગ્રેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

Surat: તાપી રિવરફ્રન્ટ પર બનાવાયેલા ડોમમાં ફરી આગ લાગતા અનેક તર્ક વિતર્ક
તાપી રિવરફ્રન્ટ પર ફરી આગ લાગતા અનેક તર્ક વિતર્ક

Follow us on

સુરત શહેરના અડાજણ પાટીયા પાસે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. તાપી રિવર ફ્રન્ટ ખાતે જે ડોમ બનાવવામાં આવ્યો હતો તેમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતાં અફરાતફરી મચી ગઇ હતી. આ આગ પહેલી વખત નથી પણ આજ જગ્યા પર બીજી વખત આગ લાગતા લોકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે કે એક જ જગ્યા પર આગ લાગવાનું કારણ શું તે મોટો સવાલ છે.

સુરત શહેરમાં આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે.સુરત શહેરના અડાજણ પાટીયા સ્થિત આવેલ તાપી રીવરફ્રન્ટ પર આવેલ ડોમમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે.જોતજોતમાં આગ એટલી ભીષણ દેખાતી હતી કે દોઢ થી બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાતા હતા.

રિવફ્રન્ટમાંના ડોમમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર બિગ્રેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાનિ નોંધીઈ ન હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ તાપી રિવર ફ્રન્ટ ખાતેના ડોમમાં આગ લાગી હતી. ત્યાં ફરી એક વખત આગ લાગતાં ફરીથી ફાયર વિભાગ દોડતું થયું હતું. થોડી જ મિનિટો ની અંદર આગની જ્વાળા એટલે વિશાળ હતી કે સમગ્ર ગામને લપેટમાં લઇ લીધો હતો અને આગની ફ્રેમ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ફાયર ફાઈટરની જાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ને આગ ઉપર કાબૂ મેળવે તે પહેલા આખો બળીને ખાખ થઈ ગયો હતો. સદ્નસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચો : Ahmedabad : કોંગ્રસમાંથી રાજીનામું, અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાશે

આ પણ વાંચો : Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

Next Article