Surat : સચિન વિસ્તારના સબ સ્ટેશનમાંથી કોપર પટ્ટા ચોરતા DGVCLના બે કર્મી ઝડપાયા
સુરતના સચિન વિસ્તારના ખરવાસાગામે જેટકો કંપનીના 66 કેવી સબ સ્ટેશનમાંથી DGVCLના બે કર્મચારીઓએ 50 હજારની કિંમતના બે કોપર પટ્ટાની ચોરીમાં રંગેહાથ પકડાયા હતા. સચિન પોલીસે કોપરના પટ્ટા અને ઈકોકા૨ કબજે કરી છે. બંને કર્મીઓને સચીન પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા
સુરતના સચિન વિસ્તારના ખરવાસાગામે જેટકો કંપનીના 66 કેવી સબ સ્ટેશનમાંથી DGVCLના બે કર્મચારીઓએ 50 હજારની કિંમતના બે કોપર પટ્ટાની ચોરીમાં રંગેહાથ પકડાયા હતા. સચિન પોલીસે કોપરના પટ્ટા અને ઈકોકા૨ કબજે કરી છે. બંને કર્મીઓને સચીન પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.આ અંગે જેટકો કંપનીમાં શિરાલી ઇલેકટ્રીકલ પ્રાઇવેટ લિમિટેડ સ્વિચ બોર્ડ ઓપરેટર તરીકે નોકરી કરતા અનિલભાઈ વસાવા સચીન પોલીસમાં ફરિયાદ આપી હતી જેના આધારે સચિન પોલીસે DGVCLના ઇલેકટ્રીકલ આસિટન્ટ તરીકે નોકરી કરતા સંદીપ આલજી પરમાર અને સતીશ વંસતની ધરપકડ કરી છે. આ ફરિયાદમાં જેટકો કંપનીના કોન્ટ્રાકટના કર્મચારીએ જણાવ્યું કે 26મી ડિસેમ્બરે જેટકો કંપનીના સબ સ્ટેશનમાં DGVCLનો કર્મચારી સંદીપ પરમાર લાઇન બંધ કરવા માટે આવ્યો હતો. જેટકો કંપનીથી DGVCLની ઓફિસ 100 મીટરના અંદરમાં છે.
DGVCLના કમ્પાઉન્ડમાંથી અગાઉ થયેલી ચોરીમાં પણ આ બે કર્મચારીઓનો હાથ હોવાની આશંકા છે. કેમ કે DGVCLના સામાનની પણ ઘણીવાર ચોરીઓ થઈ છે. જેમાં પણ બંનેની પૂછપરછ કરવામાં આવશે. બંને કર્મચારીઓનો માસિક 17 હજારનો પગાર છે. સંદીપ પરમારના પિતા અગાઉ જેટકોમાં નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત જીવન જીવે છે.DGVCLના કર્મચારી સંદીપ પ૨મા૨ દ્વારા 11 કેવીની બે કોપરના પટ્ટા કંમ્પાઉન્ડની દિવાલની બહાર નાખ્યા હતા . આ દરમિયાન જેટકો કંપનીનો સ્ટાફ સાંજે ગયો ત્યારે 4 કોપરના પટ્ટા પડેલા હતા અને પછી સબ સ્ટેશનમાં DGVCLનો કર્મચારી સંદીપ ગયો ત્યાર પછી બે પટ્ટા જોવા મળ્યા હતા.
આથી જેટકો કંપનીના કોન્ટ્રાકટના સ્ટાફે કંમ્પાઉન્ડની પાછળ, યાર્ડ અને ગાર્ડનમાં શોધખોળ કરી હતી.જેમાં બંને કોપરના પટ્ટા દિવાલની બહાર પડેલા હતા. જેટકો કંપનીના સ્ટાફે કોપરના પટ્ટા લેવા કોણ આવે છે તે માટે છટકું ગોઠવી મોડીરાતે ગાર્ડન પાસે છુપાઇ રહયા હતા. તેવામાં ઈકોકારમાં DGVCLના બે કર્મચારીઓ સંદીપ પરમાર અને સતીશ ચૌધરી કોપરના બે પટ્ટા લેવા આવતા સ્ટાફે રંગેહાથ પકડી લીધા હતા. શરૂઆતમાં સંદીપ હાથમાં આવી ગયો જયારે સતીશ ભાગી ગયો હતો. જો કે બાદમાં પોલીસે સતીશને દબોચી લીધો હતો.બાદમાં સચિન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.