સુરતની સિટી લિંક બસ બની રહી છે અકસ્માતોનું કારણ, અનેક લોકો બની રહ્યા છે કાળનો કોળિયો

|

Apr 19, 2022 | 5:19 PM

સુરતમાં (Surat) શહેરમાં દિવસેને દિવસે અકસ્માતનો ગ્રાફ સતત વધતો જઇ રહ્યો છે. સુરતમાં માત્ર 12 કલાકમાં બે ગમખ્વાર અકસ્માત (Accident) થયા છે. જેમાં ત્રણના મોત થયા છે.

સુરતની સિટી લિંક બસ બની રહી છે અકસ્માતોનું કારણ, અનેક લોકો બની રહ્યા છે કાળનો કોળિયો
Surat BRTS (File Image)

Follow us on

સુરતના (Surat) ઉધનાથી સચિન સુધીનો BRTS અને સિટીબસ રૂટ કાળનો કોળિયો બની રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. ઉધનાથી સચિન સુધીના સિટી બસ રુટ પર એક પછી એક અકસ્માતની (Accident) ઘટનાઓ બની રહી છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ આ રુટ પર સામે આવ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશન (Pandesara Police Station) હદ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાંડેસરા યુનિટી એસ્ટેટ પાસે કામનાથ મહાદેવ BRTS રૂટ પર એક સિટી બસે એક રાહદારીને ઉડાવ્યો હતો. અકસ્માતમાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયુ છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક રાહદારી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સિટી બસે આ રાહદારીને ટક્કર લગાવી હતી. અકસ્માતમાં રાહદારીનું માથુ સ્થળ પર ધડથી અલગ થઈ ગયુ હતુ. અકસ્માતને પગલે આ માર્ગ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા તો સિટી બસના ચાલક સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના મોટા વરાછામાં અકસ્માતમાં એકનું મોત

બીજી તરફ સુરતના મોટા વરાછા વેલંજા ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો. એક બાઈક પર વૃદ્ધ દંપતી અને એક યુવતી જઈ રહ્યા હતા. ત્યારે બાઈક ચાલક અને ટ્રકની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પણ બાઈક સવાર વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયુ હતું. જ્યારે બાઈક પર સવાર યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

સુરતમાં ક્યારે અટકશે અકસ્માત?

સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. સુરતમાં માત્ર 12 કલાકમાં બે ગમખ્વાર અકસ્માત થયા છે. જેમાં ત્રણના મોત થયા છે. સાથે સાથે સુરતમાં સિટી લિંક બસ અને BRTS તેમજ ડમ્પર ચાલકો પણ બેફામ બની રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરુરી છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ વધુ 300 જેટલી બેઠકો ઉપર પ્રવેશ અપાશે

આ પણ વાંચોઃ PM મોદી આજે બનાસકાંઠામાં બનાસ ડેરીને સંકુલનું લોકાર્પણ અને જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહુર્ત કરશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 5:17 pm, Tue, 19 April 22

Next Article