PM મોદી આજે બનાસકાંઠામાં બનાસ ડેરીને સંકુલનું લોકાર્પણ અને જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહુર્ત કરશે
ગુજરાત પ્રવાસ અંતર્ગત વડાપ્રધાન મોદી સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાં મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને ભાજપના કાર્યકરો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યાં હતા. જ્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ત્રણ દિવસ માટે ગુજરાત (Gujarat) પધાર્યા છે. ગઈ કાલે સાંજે ગુજરાત આવતાં જ તેમણે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને પોતાના ત્રણ દિવસના પ્રવાસનો વિધિવત પ્રારંભ કર્યો હતો. તેઓ આજે સવારે 9.40 વાગ્યે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. બપોર બાદ તેઓ જામનગર જશે અને ત્યાં WHOના સહકારથી બનનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહુર્ત કરશે. આ કાર્યક્રમમાં તેમની સાથે W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યાંથી પરત ફરીને રાત્રે ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
ગુજરાત પ્રવાસ અંતર્ગત વડાપ્રધાન મોદી સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાં મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને ભાજપના કાર્યકરો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યાં હતા. જ્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. નાની બાળકીઓ દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તો સામે પીએમ મોદીએ પણ બાળકીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં દિપપ્રાગટ્ય કર્યું અને સમીક્ષા કરી. તો કેન્દ્રમાં તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું.
વડાપ્રધાન મોદી 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે 9.40 કલાકે રાષ્ટ્રને સમર્પિત કરશે. નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ હશે.
19 એપ્રિલ રોજ પીએમ નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવવાના છે. ત્યારે WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થશે. ત્યારે આ કાર્યક્રમમાં તેમની સાથે મોરિશિયસના વડાપ્રધાન, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHOના ડીજી , રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃ Amreli: વડીયામાં માં-બાપ વિનાની 11 દિકરીઓના યોજાયા શાહી સમુહ લગ્ન
આ પણ વાંચોઃ અમદાવાદ : ઐતિહાસિક ડ્રામા ફિલ્મ નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીનનું ટ્રેલર દર્શકો સમક્ષ રજુ થયું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો