સુરતનો સૌથી વ્યસ્ત ફ્લાયઓવર રિંગરોડ બ્રિજ રીપેરીંગ માટે ચાર મહિના માટે બંધ કરાશે
આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરતા પહેલાં પોલીસ દ્વારા મોકડ્રીલ રાખવામાં આવશે. આગામી અઠવાડિયે પોલીસ મોકડ્રીલ કરશે. આ મોકડ્રીલ સમયે ટ્રાફિક આ ક્યા ક્યા વિસ્તારથી ડાઈવર્ટ કરી શકાય તેની માહિતી મેળવવામાં આવશે .
સુરત (Surat ) શહેરના ટ્રાફિકથી સતત ધમધમતાં રીંગરોડ (Ring Road) ફ્લાય ઓવર બ્રિજને આગામી દિવસોમાં રીપેરીગ (Repairing )માટે બંધ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે . બ્રિજની 800 જેટલી બેરીંગ બદલવા માટે મ્યુનિ . છેલ્લા ઘણાં વખતથી આયોજન કરી રહી છે . પરંતુ આ વિસ્તારમાં ટ્રાફિક વધુ હોવાથી રીપેરીંગ થઈ શક્યું નથી . હવે બ્રિજનું રીપેરીંગ પણ અનિવાર્ય બન્યું હોય મહાનગરપાલિકાએ પોલીસ સાથે રહીને આ બ્રિજ ક્યારે બંધ કરવો તે માટે નિર્ણય કરશે.
સુરતના રીંગરોડ અને સ્ટેશન , સહારા દરવાજાને જોડતો ફ્લાય ઓવર બ્રિજ સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક બ્રિજ છે . આ વિસ્તારમાં ટ્રાફિક વધુ હોવાથી આ જગ્યાએ મ્યુનિ.એ વધુ એક મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યો છે , તેની કામગીરી લગભગ પુરી થવા આવી છે . રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના નાના નાના રીપેરીંગ સમયાંતરે મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પંરતુ આ બ્રિજ ઉપર મોટા ભારે વાહનો સતત પસાર થતાં હોવાથી બ્રિજની 800 જેટલી બેરીંગ બદલવાની તાતી જરૂર છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે તો ટ્રાફિકની ભારે સમસ્યા થઈ શકે છે. પણ હવે ફરજ્યાત બ્રિજના રીપેરીંગની કામગીરી કરવી પડે તેમ હોવાથી સુરત મહાનગરપાલિકાએ પોલીસ સાથે સંકલન કર્યું છે.
આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરતા પહેલાં પોલીસ દ્વારા મોકડ્રીલ રાખવામાં આવશે. આગામી અઠવાડિયે પોલીસ મોકડ્રીલ કરશે. આ મોકડ્રીલ સમયે ટ્રાફિક આ ક્યા ક્યા વિસ્તારથી ડાઈવર્ટ કરી શકાય તેની માહિતી મેળવવામાં આવશે . આ માહિતી બાદ પોલીસ મહાનગરપાલિકાને બ્રિજ બંધ કરવા માટે એન.ઓ.સી. આપશે ત્યાર પછી બ્રિજ બંધ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલને આ બ્રિજના 800 જેટલા બેરીંગ બદલવા બેરીંગ બદલવા અને અન્ય મેઈન્ટેનન્સ પાછળ ચાર મહિનાનો સમય લાગી શકે તેમ છે. આ ચાર મહિના બ્રિજ બંધ કરવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા થશે અને રીંગરોડની આસપાસના નાના રસ્તાઓ પર ભારે ટ્રાફિક થશે તે નક્કી છે.
આ પણ વાંચો :