Surat: માત્ર હોસ્પિટલમાં જ ચોરી કરતો રીઢો ચોર 9.80 લાખના મુદ્દામાલ સાથે પકડાયો
સલમાન ઉર્ફે મુસુ એ ચાર દિવસ પહેલાં તારીખ 23મીના રોજ મધ્યરાતે કતારગામ સીંગણપોર રોડ પર આવેલ નમ્રતા હોસ્પિટલના ડ્રોઅરમાંથી રૂ.6,80,000 તથા બે સોનાની ચેઈન અને એક વીંટી તેમજ સોનાની રણીની ચોરી કર્યાની પણ કબુલાત કરી હતી.
સુરત (Surat) કતારગામની નમ્રતા હોસ્પિટલ (hospital) અને રાંદેર રોડના તન્મય હોસ્પિટલમાંથી રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોર (thief) સલમાન ઉર્ફે મુસુ મુસાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નવસારી બજાર ગોપી તળાવ પાસેથી ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા અને સોનાના- દાગીના તેમજ બાઈક મળી રૂ.9.80 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી શહેરના ઘરફોડ ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલ કાઢયો હતો .
પોલીસ (Police) પાસેથી મળતી માહીતી મુજબ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ નવસારી બજાર ગોપી તળાવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વખતે મળેલી બાતમીના આઘારે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા સલમાન ઉર્ફે મુસુ અબ્દુલકાદર મુસાને ઝડપી પાડી તેની પાસેથી રૂપિતા 6.20 લાખની રોકડ તથા સોનાના દાગીના 40.43 ગ્રામ જેની કિંમત 1,84,500 અને બાઈક મળી રૂપિયા 9.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા રીઢા ઘરફોડ ચોર સલમાન ઉર્ફે મુસુ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ હોસ્પિટલોને ટાર્ગેટ કરી તેમાંથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની ચોરી કરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં સલમાન ઉર્ફે મુસુ એ ચાર દિવસ પહેલાં તારીખ 23મીના રોજ મધ્યરાત્રીના અઢી વાગ્યાના અરસામાં કતારગામ સીંગણપોર રોડ પર આવેલ નમ્રતા હોસ્પિટલના ડ્રોઅરમાંથી રૂ.6,80,000 તથા બે સોનાની ચેઈન અને એક વીંટી તેમજ સોનાની રણીની ચોરી કર્યાની કબુલાત કરી હતી.
આ ઉપરાંત તેણે સાત દિવસ પહેલાં રાંદેર રોડ રૂપાલી સિનેમા નજીક આવેલ તન્મય હોસ્પિટલના રીસેપ્ટનીસ્ટના કાઉન્ટરમાંથી બે મોબાઈલ ફોનની ચોરી કર્યાની કબુલાત કરી હતી. સુરત શહેર ક્રાઈમ બરાન્ચની વધુ પુછપરછમાં આરોપી સલમાન ઉર્ફે મુસુએ આ ઉપરાંત 1 મહિના પહેલાં ઉધના દક્ષેશ્વર મંદિરની સેવા હોસ્પિટલના મેડીકલ સ્ટોરના ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા અને પાંચ મહિના પહેલાં અમરોલી પોલીસ મથકની હોસ્પિટલમાંથી પણ ચોરી કર્યાની કબુલાત કરતા શહેરના જુદા જુદા ચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ભેદ ઉકેલાયો હતો. આ અંગે વદુ તપાસ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કરી રહી છે.
પોલીસે પકડી પાડેલો રીઢો ચોર સલમાન ઉર્ફે મુસુ હોસ્પિટલોમાં જ ચોરી કરતો હતો. ચાર દિવસ પહેલા કતારગામની હોસ્પિટલમાં થયેલી ચોરી સલમાને જ કરી હતી. આ સાથે અન્ય ત્રણ કેસ પણ ઉકેલાયા છે.
આ પણ વાંચોઃ Mehsana: નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, જિલ્લામાં 2.42 લાખ બાળકોને રસી અપાશે