સુરતમાં હોમગાર્ડ ભરતીના ફોર્મ લેવા લાંબી કતારો, ઉમેદવારોને હાલાકી
સુરત શહેરમાં 900 અને જિલ્લામાં 180 જગ્યાઓ માટે હોમગાર્ડની ભરતી હાથ ધરવામાં આવી છે.જે માટે સુરતના અલગ અલગ ઝોનમાં 9 સેન્ટરો શરૂ કરી ફોર્મ વહેંચવામાં આવી રહ્યા છે.
સુરતમાં(Surat)હોમગાર્ડની(Home Guard)ભરતી (Recruitment)શરૂ થતા જ ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો(Candidate) ઘસારો વધ્યો છે.સુરત શહેરમાં 900 અને જિલ્લામાં 180 જગ્યાઓ માટે હોમગાર્ડની ભરતી હાથ ધરવામાં આવી છે.જે માટે સુરતના અલગ અલગ ઝોનમાં 9 સેન્ટરો શરૂ કરી ફોર્મ વહેંચવામાં આવી રહ્યા છે.
જેમાં શુક્રવારે પ્રથમ દિવસે 760 ફોર્મ વહેંચાયાં હતા અને આજે પણ વહેલી સવારથી યુવાનો ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે…પરંતુ 9 સેન્ટરો પર માત્ર 100-100 ફોર્મની જ વહેંચણી થાય છે..પરંતુ તે સામે ફોર્મ ભરવા આવેલા લોકો વધુ હોવાથી તેઓને હાલાકી પડી છે.તેમજ ફોર્મ ન મળતા ઉમેદવારોએ સરકાર પર બેરોજગારી વધી હોવાના આક્ષેપ કર્યા છે.
ગુજરાતમાં ગૃહ વિભાગે પોલીસ તંત્રમાં હોમગાર્ડની 6,752 જગ્યાઓ ભરવા મંજૂરી આપી દીધી છે. શુક્રવારે જિલ્લા અને કમિશનરેટ વાઈઝ જગ્યાઓ સાથે ભરતી માટેના ઉમેદવારી ફોર્મ બહાર પાડયા હતા. લાંબા સમય બાદ જાહેર થનારી હોમગાર્ડની ભરતી માટે લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે.
તો આ ભરતીમાં 18થી 50 વર્ષ સુધીના લોકો લાભ લઈ શકશે. હોમગાર્ડની નોકરી માટે દૈનિક રૂ.300નું માનદ વેતન મળશે. આ ઉપરાંત દૈનિક રૂપિયા 4 ગણવેશના ધોલાઈ પેટે અપાય છે. હોમગાર્ડની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને 1600 મીટરની દોડ 9 મીનિટમાં અને મહિલાઓને 800 મીટરની દોડ 5.20 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે. જેના ગુણ 75 ટકા રહેશે. પસંદગી માટે ઊંચાઈ, વજન અને ઓછામાં ઓછા 75 સેન્ટીમિટર છાતી અને 5 સેન્ટિમિટર કુલાવેલી છાતી સહિતના માપદંડો અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે હોમગાર્ડએ સરકારના કાયમી કર્મચારી નથી. હોમગાર્ડની ભરતી બાદ આગામી 10-15 દિવસમાં લોકરક્ષક દળ- LRD અને ટ્રાફિક નિયમન માટે TRBજવાનની 21 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર થશે.
આ પણ વાંચો : લો બોલો, પોલીસ સ્ટેશનમાંથી જ ટેન્કરની ચોરી થઈ, હવે તપાસનો ધમધમાટ