Azadi Ka Amrit Mahotsav : રાષ્ટ્ર ભાવના ઉજાગર કરતી મોટર સાયકલ રેલીને સીએમ ભૂપેન્દ્ર પટેલે કેવડીયા જવા માટે પ્રસ્થાન કરાવ્યું

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના સદંર્ભે આ વર્ષે એકતા દિવસ ઉપલક્ષ્યમાં દેશની ચારેય દિશામાં આઝાદીનો સંદેશ ગુંજતો કરવા અને રાષ્ટ્રભાવ ઉજાગર જમ્મુ કાશ્મીર,ત્રિપુરા,કેરલા થી નીકળેલી મોટર સાયકલ રેલીઓ 31મી ઓકટોબરે કેવડીયા પહોચશે.

Azadi Ka Amrit Mahotsav : રાષ્ટ્ર ભાવના ઉજાગર કરતી મોટર સાયકલ રેલીને સીએમ ભૂપેન્દ્ર પટેલે કેવડીયા જવા માટે પ્રસ્થાન કરાવ્યું
Azadi Ka Amrit Mahotsav Gujarat CM Bhupendra Patel Flag off motorcycle rally for Kevadia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 10:20 AM

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  અમદાવાદના(Ahmedabad)  પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav )અને રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે કચ્છના લખપતથી નીકળેલી પોલીસ જવાનો ની મોટર સાયકલ રેલી( Motor Cycle Rally)  અમદાવાદ આવી પહોંચતા શનિવારે તેને કેવડીયા જવા પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યુ કે એક ભારત શ્રેષ્ઠ ભારત અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે 31 ઓકોટબરે કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે કેવડિયા કોલોની ખાતે પોલીસ પરેડનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

જેમાં સશસ્ત્ર દળ અને પોલીસના જવાનો ભાગ લઇને એકતા અને અખંડિતતાનો સંદેશો સમગ્ર દેશવાસીઓને આપે છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના સદંર્ભે આ વર્ષે એકતા દિવસ ઉપલક્ષ્યમાં દેશની ચારેય દિશામાં આઝાદીનો સંદેશ ગુંજતો કરવા અને રાષ્ટ્રભાવ ઉજાગર જમ્મુ કાશ્મીર,ત્રિપુરા,કેરલા થી નિકળેલી મોટર સાયકલ રેલીઓ 31મી ઓકટોબરે કેવડીયા પહોચશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તદનુસાર કચ્છ ના લખપત થી નીકળેલી રેલી આજે અમદાવાદ ખાતે આવી પહોંચી છે. અમદાવાદ ખાતે આવેલી પોલીસ જવાનોની આ મોટર સાયકલ રેલીને કેવડિયા માટે પ્રસ્થાન કરાવવાનો અનેરો અવસર તેમને પ્રાપ્ત થયો છે તેનો હર્ષ પણ શ્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

સરદાર પટેલની જન્મ જયંતિ એ કેવડીયા સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં દેશભરમાંથી નિકળેલી મોટર સાયકલ રેલીના પોલીસ જવાનો સરદાર સાહેબને ભાવાજંલિ આપીને કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લેવાના છે.

આ અવસર સમગ્ર દેશ માટે ગૌરવવંતી ક્ષણ બની રહેશે. સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને સરદાર સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારોને ખરા અર્થમાં સાર્થક થાય તે માટે સંકલ્પબધ્ધ બનવા સૌ નાગરિકોને મુખ્યમંત્રી શ્રીએ આહવાન કર્યું હતુ. આ પ્રસંગે પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણ માં 100 કરોડનો લક્ષ્ય પાર કરવાની સિદ્ધિ ને વધાવતા ફુગ્ગાઓને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ગગનમાં છોડવામાં આવ્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી એ આ પ્રસંગે ગુજરાત પોલીસ જવાનોને આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે નીકળેલી મોટર સાયકલ રેલીના અમદાવાદ ખાતેના આગમનના આવકારના સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. તેઓએ આ પ્રસંગે એમ પણ કહ્યું કે, અમદાવાદ પોલીસ દ્વારા ઉત્સાહપૂર્વક આ રેલીને આવકારવામાં આવી છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ રેલીને આવકારવા માટે પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. આ રેલીમાં આઇ.ટી.બી.પી.ના જવાનો સાથે ગુજરાત પોલીસના જવાનો પણ જોડાયા હતા. બાઇક રેલી સાથે સાયકલ રેલીનું પણ આજરોજ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.

મોટર સાયકલ અને સાયકલ રેલીના આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમીશ્નર સંજય વાસ્તવ,એ.ડી.જી. રાજૂ ભાર્ગવ, અમદાવાદ ટ્રાફિક સંયુક્ત કમિશ્નર મંયકસિંહ ચાવડા,પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આઇ.ટી.બી.પી. ના જવાનો, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં બાળકો રોગચાળાના ભરડામાં સપડાયા, દોઢ માસમાં 1068 બાળકોને દાખલ કરવા પડયા

આ પણ વાંચો :  Surat : મેટ્રોને અન્ય પરિવહન સેવા સાથે જોડાશે, એક જ ટિકિટમાં મેટ્રો, સિટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાશે

g clip-path="url(#clip0_868_265)">