AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે યૂથ કોંગ્રેસે કલેકટરને આવેદન પત્ર આપ્યું, ફરી પરીક્ષા યોજવા માંગ

સુરત યુથ કોંગ્રેસ દવારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ગૌણ સેવાના હેડ કલાર્કની જગ્યા માટે પરીક્ષા થનાર હતી,પરંતુ ભાજપ શાસનના અણઘડ વહીવટના કારણે આ પેપર લીક થઇ ગયું

સુરતમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે યૂથ કોંગ્રેસે કલેકટરને આવેદન પત્ર આપ્યું, ફરી પરીક્ષા યોજવા માંગ
Surat Youth Congress Protest Over Paper Leak Issue
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 18, 2021 | 4:35 PM
Share

ગુજરાત(Gujarat)ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની(Head Clerk)ભરતી પરીક્ષાનું (Recruitment)પેપર લીક થવાના લીધે અણઘડ વહિવટનો મુદ્દે લઇ હાલમાં સમગ્ર રાજ્યમાં વિવાદ શરૂ થઇ ગયો છે. આ દરમિયાન સુરત (Surat)સીટી યુથ કોંગ્રેસ(Youth Congress)દ્વારા સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી નવા પેપરો સાથે અને કડક દેખરેખ હેઠળ પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી છે.

યુથ કોંગ્રેસ દવારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ગૌણ સેવાના હેડ કલાર્કની જગ્યા માટે પરીક્ષા થનાર હતી,પરંતુ ભાજપ શાસનના અણઘડ વહીવટના કારણે આ પેપર લીક થઇ ગયું. જેના કારણે ઉમેદવારો ઘણા હતાશ થયા છે.ઘણા સમયથી ભરતીની પ્રક્રિયામાં કોઇને કોઇ અડચણ આવતા પ્રક્રિયામાં અવરોધ આવી ગયો હતો અને હવે પેપર લીક થતા પ્રક્રિયા ગુંચવાડામાં ફસાઇ ગઇ હોય ઉમેદવારોની ઘણા સમયની મહેનત નિરાશામાં છવાઇ ગઇ છે.

એટલું જ નહીં આ કાંડ બાબતે ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ કલાર્ક ભરતીના પેપર ફુટી ગયું હોવાની કબુલાત કરી છે. આથી સાબિત થાય છે કે, ભાજપી સરકારનું અણવહીવટ યુવાનોનું ભાવી કઈ રીતે નક્કી કરશે?

વધુમાં જણાવ્યું હતું કે પેપર લીક કાંડમાં હજુ 4 લોકો ફરાર છે જયારે આ પ્રકરણમાં કાકા-ભત્રીજા ભૂગર્ભમાં હોવાનું જાણવા મળ્યું છે.આ પેપર આશરે 4 લાખમાં ખરીદી અને આશરે 10 લાખમાં વેચાણ થવાની પણ ચર્ચા છે.

ઉમેદવારોની મહેનત અને લગનને જોતા આ પરીક્ષા રદ્દ થવી જોઇએ અને નવા પેપરો સાથે સંપૂર્ણ કડક દેખરેખ હેઠળ પરીક્ષા થવી જોઇએ જેથી ઉમેદવારોનું ભવિષ્ય ના બગડે તેવી માંગણી કરવાની સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે આવનારા દિવસોમાં ઉપરોક્ત બાબતે કોઇ નકકર પગલા ભરવામાં નહિ આવે તો સુરત યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરી ઉગ્ર દેખાવો કરવામાં આવશે.

આ પણ વાંચો :  ધર્માંતરણ અને હવાલા કાંડમાં સંડોવાયેલા વડોદરાના આફમી એનજીઓનું FCRA રજિસ્ટ્રેશન રદ

આ પણ વાંચોGram Panchayat Election : નર્મદા જિલ્લામાં 189 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો, જયારે 11 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે

Follow Us
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">