ધર્માંતરણ અને હવાલા કાંડમાં સંડોવાયેલા વડોદરાના આફમી એનજીઓનું FCRA રજિસ્ટ્રેશન રદ

AFMI પર હિંદુ સમુદાયના સભ્યોનું ગેરકાયદે ધર્માંતરણ કરવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહિં CAA વિરોધી વિરોધ પ્રદર્શનોને પણ ભંડોળ પૂરું પાડવાનો આક્ષેપ આ સંસ્થા પર કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 4:14 PM

ગુજરાતની (Gujarat) વડોદરાની NGO AFMIનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યવાહી કરીને FCRA રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. AFMI પર હિંદુ સમુદાયના સભ્યોનું ગેરકાયદે ધર્માંતરણ કરવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહિં CAA વિરોધી વિરોધ પ્રદર્શનોને પણ ભંડોળ પૂરું પાડવાનો આક્ષેપ આ સંસ્થા પર કરવામાં આવ્યો હતો.

આ આક્ષેપ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે કાર્યવાહી કરી છે.. અને સંસ્થાનું રજિસ્ટ્રેશન જ રદ કરી દીધું છે.. મહત્વનું છે કે, નવેમ્બરમાં વડોદરા SOGએ મેનેજિંગ ટ્રસ્ટી સલાહુદ્દીન શેખ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.. કારણ કે, ભંડોળનો દુરુપયોગ અને હવાલા માર્ગે નાણાની હેરાફેરી કરવાને લઇ ફરિયાદ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે,વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વડોદરા SOG દ્વારા કલમ 70 મુજબ વોરંટ મેળવવામાં આવ્યાં છે. યુકે સ્થિત અબ્દુલ્લા ફેફડાવાલા અને દુબઇ સ્થિત મુસ્તફા સૈફ સેફઉદ્દીન થાનાવાલા વિરુદ્ધ 70 મુજબ વોરંટ મેળવવામાં આવ્યાં છે. આરોપીઓ વિરૂદ્ધ વધુ તપાસ માટે વોરંટ મેળવાયું છે. મહત્વનું છે કે NRI અબ્દુલ્લા ફેફડાંવાલા-મુસ્તુફા સૈફ થાનાવાલાને આરોપી તરીકે દર્શાવ્યાં હતા.

જણાવી દઈએ કે 3 દિવસ અગાઉ ઉત્તરપ્રદેશ અને વડોદરાના ચકચારી ધર્માંતરણ અને હવાલા કૌભાંડ કેસમાં તપાસ કરી રહેલી SOGની ટીમને વધુ એક મોટી સફળતા મળી હતી. ધર્માંતરણ અને હવાલા કૌભાંડમાં SOGએ ભરૂચના જંબુસર ખાતેથી 27 લાખ રૂપિયા કબ્જે કર્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આફમી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ દ્વારા આ નાણા આપવામાં આવ્યાં હતા. સલાઉદ્દીન શેખે મોહંમદ અજવદ અહમદ ખાનીયાને 27 લાખ રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચો : કંડલા દિનદયાળ પોર્ટની યશકલગીમાં ઉમેરો, કાર્ગો કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર મંથન એવોર્ડ-2021 એનાયત

આ પણ વાંચો : સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધશે, કેન્દ્ર સરકાર અને જર્મન કંપની વચ્ચે રૂપિયા 3464 કરોડના લોન કરાર થયા  

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">