Gram Panchayat Election : નર્મદા જિલ્લામાં 189 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો, જયારે 11 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે
નર્મદા જિલ્લામાં 200 બેઠકો પર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં 189 બેઠક પર સામાન્ય ચૂંટણી અને 11 બેઠકો પર પેટા ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે.
નર્મદા જિલ્લામાં 189 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો, જયારે 11 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. જેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. નર્મદા પોલીસ દ્વારા 1500 જેટલા પોલીસ જવાનો પણ આ ચૂંટણીમાં કામગીરી કરી રહ્યા છે.
નર્મદા જિલ્લામાં 200 બેઠકો પર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં 189 બેઠક પર સામાન્ય ચૂંટણી અને 11 બેઠકો પર પેટા ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે. હાલની નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોની વાત કરીએ તો 5 ગ્રામ પંચાયતો સમરસ થઈ ગઈ છે. જેમાં 5 સરપંચ અને 40 વોર્ડ હતા. ચૂંટણીમાં બિનહરીફ થયેલ ગ્રામ પંચાયતો 97 છે. સમરસ સિવાયની જેમાં 249 વોર્ડ અને 8 સરપંચ બિનહરીફ થયા છે. હવે 184 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી થશે. જયારે 11 ગ્રામ પંચાયતોમાં જે પેટા ચૂંટણી હતી. તેમાંથી 3 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.
આ ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં કુલ મતદાન મથકો 535 છે. જેમાં 519 મતદાન મથકો પર મતદાન થનાર છે. જેના માટે કુલ 879 મતપેટીનો ઉપયોગ કરવામાં આવશે. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાનાર છે. નર્મદા જિલ્લાના મતદારોની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 1,69,440 પુરુષ મતદારો છે. જ્યારે 1,64,574 સ્ત્રી મતદારો છે. જ્યારે 2 અન્ય મતદારો છે એમ કુલ 3,34,016 મતદારો આ ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરશે. નર્મદા જિલ્લામાં એવી પણ ગ્રામ પંચાયતો છે. જેમાં 38 બેઠકો પર ફોર્મ ભરાયા નથી. જેમાં 29 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના 29 વોર્ડ અને 9 ગ્રામ પંચાયતોની ચૂંટણીના 10 એમ કુલ 38 ગ્રામ પંચાયતોની 39 બેઠકો પર ફોર્મ ભરાયા નથી. આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા પોલીસ દ્વારા 1500 જેટલા પોલીસ જવાનોને પણ ચૂંટણીની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે.
જોકે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ વધુ હોઈ છે. જેને પગલે કોઈ આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા પોલીસ દ્વારા પોલીસ અધિકારી,જી આર ડી,પોલીસ જવાનો અને એસઆરપી સાથે 1500 જેટલા જવાનોને પણ ચૂંટણીની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે. સંવેદનશીલ જે બુથો છે જેમાં હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને એસઆરપીના વધારા જવાનો પણ મુકવામાં આવ્યા છે. અંતરિયાળ જે વિસ્તારો છે જેમાં વોકી ટોકી સાથે પોલીસ જવાનો મુકવામાં આવ્યા છે. જેના દ્વારા કનેક્ટિવિટી મળી રહે આ ચૂંટણી દરમ્યાન જિલ્લા 45 જેટલા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો આવેલા છે.