AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કૃત્રિમ તળાવમાં બે ફૂટ સુધીની ગણેશ પ્રતિમાનું વિસર્જન નહીં થાય

સુરતમાં 19 તળાવો બનાવવામાં આવનાર છે. જોકે બે ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું ફરજીયાત વિસર્જન કરવાનું રહેશે. બે ફૂટની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવા દેવામાં આવશે નહીં.

Surat: કૃત્રિમ તળાવમાં બે ફૂટ સુધીની ગણેશ પ્રતિમાનું વિસર્જન નહીં થાય
Ganesh Chaturthi 202
| Updated on: Sep 06, 2021 | 6:46 PM
Share

આવતા અઠવાડિયે ગણેશોત્સવનો(Ganesh Festival) પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે ગણપતિ મહોત્સવ સાર્વજનિક રીતે ઉજવાઈ શક્યો ન હતો પણ આ વર્ષે રાજ્ય સરકારે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ગણેશોત્સવ ઉજવવાની મંજૂરી પણ આપી દીધી છે. જેના કારણે ગણેશભક્તોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાએ પણ આ ઉત્સવને ધ્યાનમાં રાખીને વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ વર્ષે 19 જેટલા કૃત્રિમ તળાવ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવનાર છે. છતાં લોકોને ઘર આંગણે જ પ્રતિમાઓનું વિર્સજન કરવા અપીલ કરવામાં આવી છે.

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખના જણાવ્યા પ્રમાણે સુરતમાં 19 તળાવો બનાવવામાં આવનાર છે. જોકે બે ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું ફરજીયાત વિસર્જન કરવાનું રહેશે. બે ફૂટની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવા દેવામાં આવશે નહીં.

આ ઉપરાંત જે મંડળ દ્વારા પીઓપીની સ્થાપના કરી છે. તેમને પણ આવી મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાને બદલે સીધી દરિયામાં લઈ જવા માટે અપીલ કરવામાં આવશે. એટલું જ નહીં ગણપતિ આગમન અને ગણપતિ વિસર્જન દરમ્યાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે જન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન શાંતિપૂર્વક પાર પડે તે માટે અત્યારથી જ તળાવો ખોદવાની શરૂઆત કરી દીધી છે. આ વર્ષે શહેરમાં 19 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે. થોડા દિવસો પહેલા રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને રાજ્યમાં તા.9મીથી 19 સપ્ટેમ્બર દરમ્યાન ગણેશોત્સવને મંજૂરી આપી છે. આ સમયગાળા દરમ્યાન ખાસ કરીને રાત્રિ કર્ફ્યુમાં પણ એક કલાકની છૂટ આપવામાં આવી છે.

સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 4 ફૂટની અને ઘરમાં 2 ફૂટની ગણેશ મૂર્તિની પ્રતિમા સ્થાપના કરી શકાશે. જેમાં મંડપ બને ત્યાં સુધી નાનો રાખવાનો રહેશે. મંડપમાં પૂજા, આરતી કે પ્રસાદનું વિતરણ કરી શકાશે. જોકે ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 15 વ્યક્તિની મર્યાદામાં વાહનમાં નજીકના કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરી શકાશે.

ખાસ કરીને ગયા વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ પર સુરતના ગણેશભક્તો આ વર્ષે કોરોનાની  ગાઈડલાઈનના પાલન સાથે સાવર્જનિક ઉત્સવ માટેની માંગ કરી રહ્યા હતા અને તેમની લાગણીને ધ્યાનમાં રાખીને જ સરકાર દ્વારા ચોક્કસ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવ ઉજવવા માટે મંજુરી આપી છે.

આ પણ વાંચો : Surat : ફૂટવેર કંપનીએ ચીંધી નવી રાહ, કિન્નરને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર અને કરાવ્યું ફોટો શૂટ

આ પણ વાંચો : Surat : હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">