AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે

મહારાષ્ટ્રમાં પરણેલા નંદાબેન મોરે ત્રણ ચાર વર્ષથી પતિથી અલગ માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહે છે અને છૂટાછેડાનો કેસ પણ ચાલે છે. પતિ આર્મીમેન હેવાથી તેણે અથવા તેના સાગરિતોએ ફાયરિંગ કર્યું હોવાના આક્ષેપ કરાયા છે.

Surat: મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે
મહિલા પર 15 દિવસ પહેલાં ફાયરિંગ થયું હતું, ડોક્ટરે 3 ગોળી કાઢી હતી, હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 6:21 PM
Share

શનિવારે સુરત (Surat) ના માનદરવાજા ટેનામેન્ટ ખાતે થયેલી આર્મીમેનની પત્ની પર ફાયરિંગ (firing) ની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મહિલા (woman) પર 15 દિવસ પહેલા પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. એક ગોળી (bullet) તેના ડાબા પડખા પર, જ્યારે બે ગોળી ડાબા હાથ પર વાગી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ડોક્ટર (doctor) અને મહિલાને તેના શરીરમાં વધુ એક ગોળી હોવાની કોઈ જાણકારી જ ન હતી.

માન દરવાજા ટેનામેન્ટ પાસે આર્મીમેનની પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ગોળીબારની ઘટના બની હતી. મહારાષ્ટ્રમાં પરણેલા નંદાબેન મોરે ત્રણ ચાર વર્ષથી પતિથી અલગ માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહેતા હતાં. તેમનો પતિ સાથે છૂટાછેડાનો કેસ પણ ચાલે છે. દરમિયાન શનિવારે સાંજના સમયે નંદાબેન ઘરની પાસે હતાં ત્યારે ત્રણથી ચાર ઇસમ બે બાઇક લઇને આવ્યા હતા. તેઓએ અચાનક જ નંદાબેન ઉપર ફાયરિંગ કર્યું હતું.

ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટનામાં નંદાબેનને હાથ અને પગમાં ઇજા થઇ હતી અને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ મહિલાની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. સાથે જ પોલીસના જણાવ્યા પ્રમાણે નંદાબેન અને વિનોદભાઇની વચ્ચે પારિવારીક ઝઘડામાં આ ફાયરિંગ થયું હોવાની શક્યતા છે.

વિનોદભાઇ પોતે આર્મીમેન છે અને તેઓએ ફાયરિંગ કર્યું હોઇ શકે અથવા તો પોતાના સાગરિતો પાસે ફાયરિંગ કરાવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન આ મહિલાનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે પહેલાથી જ તેના શરીરમાં ગોળી હોવાનું બહાર આવ્યું હતું.

આ મહિલાએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા તેઓ બમરોલી રોડ ખાતે હતા ત્યારે તેમને કંઇક વાગ્યું હતું. ત્યારે તેમને લાગ્યું હતું કે કોઇ ટાયર ફાટ્યું હશે અને પથ્થર સાથળના ભાગમાં ઘૂસી ગયો હશે એટલે તેમણે સ્થાનિક ડોક્ટર પાસે ટાંકા લઇ લીધા હતાં. જો કે, ત્યારબાદ તેમને કોઇ દુ:ખાવો નહીં થતા બધુ સામાન્ય હોય તેમ લાગ્યું હતું પરંતુ જ્યારે તેનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે આ ખુલાસો થયો હતો.

આ પણ વાંચોઃ Surat : મોંઘવારીની બૂમ વચ્ચે પણ ટેકસટાઇલ માર્કેટનો વેપાર સુધર્યો, પ્રતિબંધો ઉઠતા રોજની 200 ટ્રક પાર્સલની રવાનગી

આ પણ વાંચોઃ Rajkot: જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં પ્રમુખ સામે સભ્યોએ કાઢ્યો બળાપો,મંજૂર થયેલા કામો પણ થતા નથી!

Follow Us
મમ્મી-પપ્પાની જાનમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાની જાનમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
g clip-path="url(#clip0_868_265)">