Surat : મોંઘવારીની બૂમ વચ્ચે પણ ટેકસટાઇલ માર્કેટનો વેપાર સુધર્યો, પ્રતિબંધો ઉઠતા રોજની 200 ટ્રક પાર્સલની રવાનગી
કોરોનાકાળમાં માંડ સવાસો ટ્રકો સુરતથી ટેક્ષટાઇલની જુદી જુદી પ્રોડક્ટ્સના પાર્સલની ડિલિવરી કરવા જતી હતી પરંતુ છેલ્લા અઠવાડિયાથી સરેરાશ દૈનિક બસ્સો જેટલી ટ્રકો મહારાષ્ટ્ર , કર્ણાટક , આંધ્ર પ્રદેશ , તિલંગાના , તમિળનાડુ , ઉત્તર પ્રદેશ અને દિલ્હી સુધી જઇ રહી છે.
ગુજરાતમાં રાત્રિ કરફ્યુ હટ્યા બાદ સૌથી વધુ ફાયદો સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં થયો છે જ્યાંથી રાત્રિના સમયે જ મુખ્યત્વે માલ પરિવહન કરવામાં રહ્યું હતું. છેલ્લા બે વર્ષથી અત્યારે સુધી દૈનિક સરેરાશ સવાસો જેટલી ટ્રકો ભરીને સાડીના પાર્સલ બહાર જતા હતા પરંતુ , છેલ્લા એકાદ મહિનાથી સુરત સહિત દક્ષિણ અને ઉત્તરના રાજ્યોમાં પણ વેપારની પરિસ્થિતિ સુધરી છે અને ફક્ત સાડીઓના પાર્સલના પરિવહન માટે સુરતથી હાલ દૈનિક 200 જેટલી ટ્રકોની રવાનગી થઇ રહ્યાની માહિતી મળી છે.
ટેક્ષટાઇલ માર્કેટમાં રિસર્ચનું કામ કરતા પુલકિત દ્વિવેદી જણાવે છે કે હાલ ટેક્ષટાઇલ ઉદ્યોગમાં હાલ ચારે બાજુથી મંદીનું મારણ છે , યાર્નથી લઇને પ્રોસેસિંગ ચાર્જ અને ત્યાંથી પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ ભાવ વધારાથીબાકાત નથી , આવી સ્થિતિ છેલ્લા ત્રણેક મહિનાથી છે છતાં સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગે મોંઘવારીના ભારણ વચ્ચે પણ પ્રગતિ કરીને પ્રી કોવીડ સ્તર પર વેપાર લઇ આવ્યા છે એ સારા માર્કેટની નિશાની છે. આગામી દિવસોમાં સુરતનો ટેક્ષટાઇલ વેપાર એક નવા લેવલ પર કામ કરતો જોવા મળશે. હવે એ દિવસો દૂર નથી કે સુરતમાંથી ફાઇબર ટુ ફેબ્રિકની જગ્યાએ ફાઇબર ટુ ફેશન એટલે કે ગારમેન્ટસ પણ સુરતમાં જ બનતા થઇ જશે .
સુરતમાં સાડીઓ , ડ્રેસ મટિરિયલ્સ , ધોતી તેમજ અન્ય ફેબ્રિક્સના વેપારની ગાડી પાટે ચઢી ગઈ છે તેની પ્રતીતિ ટ્રાન્સપોર્ટેશનના આંકડાઓ પરથી થઇને રહે છે. ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેના જણાવ્યા પ્રમાણે છે કે કોરોનામાં સરકાર દ્વારા અલગ અલગ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતાં. પણ કોરોના હળવો થતાં આ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે.
પ્રતિબંધો ખાસ કરીને રાત્રિ કરફ્યુ હટી જતા હવે રાત્રિના સમયે જ પાર્સલની ડિલિવરી તેમજ ટ્રકોની રવાનગી થઇ રહી છે. પહેલાની જેમ માલપરિવહન થવા માંડ્યું છે. કોરોનાકાળમાં માંડ સવાસો ટ્રકો સુરતથી ટેક્ષટાઇલની જુદી જુદી પ્રોડક્ટ્સના પાર્સલની ડિલિવરી કરવા જતી હતી પરંતુ છેલ્લા અઠવાડિયાથી સરેરાશ દૈનિક બસ્સો જેટલી ટ્રકોમાં સાડી તેમજ ડ્રેસ મટિરિયલના પાર્સલ મહારાષ્ટ્ર , કર્ણાટક , આંધ્ર પ્રદેશ , તિલંગાના , તમિળનાડુ , ઉત્તર પ્રદેશ અને દિલ્હી સુધી જઇ રહી છે.
કોરોનાની બીજી લહેર દરમિયાનથી અત્યાર સુધી તેજી મંદીના ઉતરાવ ચઢાવ બાદ ફરી ટેક્સટાઈલ માર્કેટમાં તેજીની રોનકની વાપસી થઇ રહ્યાનું જણાય આવે છે. એક અઠવાડિયા પહેલા સુરત શહેરમાંથી અલગ અલગ રાજ્યોમાં 125 જેટલા ટ્રકમાં ટેક્સટાઈલના પાર્સલો જઈ રહ્યા હતાં. પરંતુ તેમાં હાલ વધારો થયો છેલ્લા એક સપ્તાહથી સુરતમાંથી રોજ 200 થી વધુ ટ્રકમાં ભરીને કપડાના પાર્સલોનું પરિવહન શરૂ થયું છે.
ફોસ્ટાના ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે લોકડાઉન અને કોરોનાના પ્રતિબંધોને કારણે મોટું નુકસાન સુરતના કાપડ ઉદ્યોગને થયું હતું. પરંતુ હવે બિઝનેસ પાછો પાટા પર આવી રહ્યો છે. હોળી પછી તહેવારોની સિઝન અને લગ્નસરા પણ શરૂ થશે. પરીણામે માર્કેટમાં તેજીનો માહોલ યથાવત રહેશે અને એ જ પ્રમાણે સુરતના મુખ્ય ઉદ્યોગ ટેક્ષટાઇલમાં વ્યાપારિક પ્રવૃતિઓ પ્રી કોરોના સ્તર પર જોવા મળી શકશે.
આ પણ વાંચોઃ Rajkot: જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં પ્રમુખ સામે સભ્યોએ કાઢ્યો બળાપો,મંજૂર થયેલા કામો પણ થતા નથી!
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઉનાળાની શરુઆત, અમદાવાદ સહિત ગરમીનો પારો 17 શહેરમાં તાપમાન 38 ડિગ્રીને પાર