Vadodara: અકોટા સોલાર બ્રિજે નવ માસમાં રૂ. 50 લાખની વીજળી આપી, ગુજરાતના પ્રથમ રૂફટોપ સોલાર બ્રિજમાં 3024 પેનલ બેસાડાઈ

સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમ વડોદરા શહેરમાં ઓવર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અકોટા-દાંડિયા બજાર પૂલ ઉપર કાર્યરત થવાના નવ માસમાં જ રૂ. 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું છે, વર્ષના અંતે વીજળીનો આંક 75 લાખ રૂપિયા સુધી પહોચી જવાની સંભાવના છે

Vadodara: અકોટા સોલાર બ્રિજે નવ માસમાં રૂ. 50 લાખની વીજળી આપી, ગુજરાતના પ્રથમ રૂફટોપ સોલાર બ્રિજમાં 3024 પેનલ બેસાડાઈ
Vadodara Akota Solar Bridge will provide Rs. 30 lakh electricity
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Feb 02, 2022 | 3:57 PM

સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમ વડોદરા શહેરમાં ઓવર બ્રિજ રૂફટોપ સોલાર (rooftop solar) પાવર પ્લાન્ટ અકોટા-દાંડિયા બજાર પૂલ ઉપર કાર્યરત થવાના નવ માસમાં જ રૂ. 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું છે. સ્ટ્રક્ચર ડિઝાઇન અને લાઇટિંગના કારણે આકર્ષક લાગતા અકોટા બ્રિજ (Akota Bridge) ઉપર બેસાડવામાં આવેલી સોલાર પેનલમાંથી આ નવ માસ દરમિયાન કૂલ 7,92,000 યુનિટ ઊર્જા (electricity) સૂરજ દાદાએ આપી છે.

ગત્ત મે માસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિક પ્રોજેક્ટ માટે ૨૫૨ મિટરની લંબાઇ અને 40 મિટરની પહોળાઇ અને 15,033 મિટરની ઉંચાઇ સાથે 11,200 ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કૂલ રૂ. 23.25 કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે. રાત્રીના સમયે આ બ્રિજ ઝળહળે એ માટે રૂફટોપ સોલાર નીચે ડેકોરેટિવ કલર લાઇટિંગ કરવામાં આવ્યું છે.

અકોટા બ્રિજની ઉપર 325 વોટ પાવરની કૂલ 3024 સોલાર પેનલ મૂકવામાં આવી છે. તેની સાથે 70 કિલો વોટના 14 સોલાર ઇન્વર્ટર્સ અને હજાર કિલો વોટ એમ્પેરની ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. સોલાર પેનલ બ્લ્યુ વેફર નામના મટિરિયલ્સની છે. જે એલ્યુમિનિયમ અને કોપરની બનેલી હોય છે. સૂર્યપ્રકાશના રેડિએશનથી બ્લ્યુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે અને વીજળી ઉત્પાદિત કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમામ પેનલોને વાયવ્ય દિશામાં 12થી 18 ડિગ્રી કાટખૂણે બેસાડવામાં આવી છે. જેથી સૂર્યપ્રકાશ દિનભર મળતો રહે. આ બાબતોને જોતા આ રૂફટોપ સોલાર પ્રોજેક્ટથી પ્રતિદિન 3940 યુનિટ અને વાર્ષિક 14 લાખ વીજ યુનિટ ઉત્પાદન થઇ શકે છે.

મજાની વાત એ છે કે ગુજરાતની ભૌગોલિક સ્થિતને જોતા સામાન્ય સંજોગોમાં સવારના 7.30 વાગ્યાથી સાંજના 5.45 વાગ્યા સુધી સોલાર પેનલ થકી સૌરઊર્જાનું ઉત્પાદન થઇ શકે છે. તેમાંય બપોરના 11.30 વાગ્યાથી 3.30 વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન મહત્તમ સૌરઊર્જા મળે છે. મતબલ કે આ ચાર કલાક તેના પીકઅવર્સ છે.

આ પેનલો ઉપર ધૂળ જામી જતી હોય છે. એટલે એક પખવાડિયા દરમિયાન વારાફરતી તમામ પેનલો સાફ થઇ જાય એ રીતે સફાઇ કરવામાં આવે છે. સૂર્યપ્રકાશ ના હોય ત્યારે પ્રતિદિન 50 થી 60 પેનલની સફાઇ કરવામાં આવે છે. તેને ડસ્ટરથી જ સાફ કરવામાં આવે છે.

મે-૨૦૨૧થી જાન્યુઆર-2022 સુધીમાં માસવાર ઉત્પાદિત સૌરઊર્જાના યુનિટ અનુક્રમે જોઇએ તો ગત મે માસમાં ૨૯,૯૧૦, જુનમાં 1,24,920, જુલાઇમાં 109680, ઓગસ્ટમાં 82,020, સપ્ટેમ્બરમાં 22,620, ઓક્ટોબરમાં ૧૨૨૧૭૫, નવેમ્બરમાં 105315, ડિસેમ્બરમાં 88,950 અને જાન્યુઆરીમાં 1,06,410 યુનિટ સૌરઊર્જાનું ઉત્પાદન થયું છે. આ નવ માસમાં કૂલ 7,92,000 યુનિટ સ્વચ્છ વીજ ઉત્પાદન થયું.

ટ્રાન્સફોર્મરને શરૂ રાખવા માટે રાત્રે પણ વીજળીની જરૂર પડે છે. જે પ્રતિમાસ 700થી 900 યુનિટ વાપરે છે. એટલે તે બાદ કરતા નવ માસમાં કૂલ 7,85,100 યુનિટ સૌરઊર્જા મળી છે. આ યુનિટને મધ્ય ગુજરાત વીજ કંપનીના ભાવ રૂ. 6.7 લેખે ગણવામાં આવે તો રૂ.4,73,350નો સીધો ફાયદો નવ માસમાં થયો છે. ટ્રાન્સફોર્મર ચાલુ રાખવા માટે રાત્રીના વપરાયેલા યુનિટ સાથે ગણવામાં આવે તો કૂલ રૂ. 50 લાખથી પણ વધુની વીજળીનું ઉત્પાદન થયું છે.

મધ્ય ગુજરાત વીજ કંપની આ સૌરઊર્જા લઇ વડોદરા મહાનગરપાલિકાને ત્રણ સ્થળે એચટી વીજળી મજરે આપે છે. તેમાં કૂલ ઉત્પાદિત સૌરઊર્જાના 12.18 ટકા ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગને, 54.95 ટકા રાજીવનગર સુએજ પ્લાન્ટ અને 32.87 ટકા અટલાદરા સુએઝ પ્લાન્ટ વીજળી આપવામાં આવે છે. આ ત્રણેય સ્થળને આ નવ માસ દરમિયાન સુધીમાં આપવામાં આવેલી સૌરઊર્જાના કૂલ યુનિટ અનુક્રમે જોઇએ તો 86.63, 3,88,271 અને 2,32,256 છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીની સંકલ્પનાને સાકાર કરતા અકોટા-દાંડિયા બજાર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટમાં ‘આમ કે આમ ઔર ગુટલી ઓ કે ભી દામ’ કહેવત જેવો આ ફાયદો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જજ કોરોના સંક્રમિત, સુનાવણીની તારીખ લંબાવાઈ

આ પણ વાંચોઃ Junagadhમાં નવા મેયરની વરણીને લઈ ભાજપમાં નારાજગી, પાંચ નગરસેવકોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી

g clip-path="url(#clip0_868_265)">