Surat: ટેકનિકલ ટેકસટાઈલ્સમાં વુવન માટે ખૂબ જ સારું ભવિષ્ય, ચાઈનાનું 50 ટકા માર્કેટ કેપ્ચર કરવાની તક

આ બધા પેરામીટર્સ ઉપર ખરા ઉતરી શકાશે ત્યારે જ ટેકનિકલ ટેકસટાઈલ્સમાં વુવન માટે સારી તકો ઉભી કરી શકીશું. એમએસએમઈ, સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રી અને વિવિંગ ઈન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ તેમજ ડોમેસ્ટીક માર્કેટમાં કન્ઝમ્પશન માટે સરકારનો પોલિસી સપોર્ટ પણ જરૂરી છે.

Surat: ટેકનિકલ ટેકસટાઈલ્સમાં વુવન માટે ખૂબ જ સારું ભવિષ્ય, ચાઈનાનું 50 ટકા માર્કેટ કેપ્ચર કરવાની તક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 8:04 PM

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આજે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલી સમૃદ્ધિ ખાતે ‘ફયુચર ઈન ટેકનિકલ ટેકસટાઈલ્સ’ (Future In Technical Textile) વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે મુંબઈ સ્થિત એમ.એસ. એસોસિએટ્‌સના ડાયરેકટર મુકુંદ આપ્ટે ટેકસટાઈલના ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

મુકુંદ આપ્ટેએ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વુવન, નીટેડ, નોન વુવન્સ તથા અન્ય પ્રોડકટ્‌સ માટેના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક માર્કેટમાં ટેકનિકલ ટેકસટાઈલ્સની સ્થિતિ વિશે પણ પ્રકાશ પાડયો હતો. જો કે સુરતમાં ટેકનિકલ ટેકસટાઈલ્સમાં વુવનના ભવિષ્ય ઉપર ઉદ્યોગકારોનું તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રી વિવિંગ અને પ્રોસેસિંગ બેઈઝ છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

રો મટિરિયલ માટે પણ સુરત સિન્થેટિકનું હબ ગણાય છે. સિન્થેટિક પ્રોડકટ્‌સ માટેની સમગ્ર સપ્લાય ચેઈન સુરતમાં ઉપલબ્ધ છે. સ્પેશ્યલાઈઝ યાર્ન અને મેન્યુફેકચરર્સ પણ સુરતમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત સુરતમાં પોર્ટની સુવિધા હોવાથી ઈમ્પોર્ટેડ રો મટિરિયલ પણ સરળતાથી આવી શકે છે. એકંદરે સુરતમાં ટેકનિકલ ટેકસટાઈલ્સના ભવિષ્ય માટે ઈન્ફ્રાસ્ટ્રકર, ટેક્નોલોજી, મશીનરી, સ્કીલ, અનુભવ અને માર્કેટ પણ ઉપલબ્ધ છે.

સુરતમાં ટેકનિકલ ટેકસટાઈલ્સમાં વુવન માટે ખૂબ જ સારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. જો કે એના માટે યુવા ઉદ્યોગ સાહસિકો, ટેકનિકલ એકસપર્ટ, માર્કેટ આઈડેન્ટીફાય કરવા માટે કન્સલ્ટન્ટ વગેરે બધાનો જ સહકાર મળવો જોઈએ. બધાને સાથે મળીને કામ કરવાનું રહેશે. કારણ કે ટેકનિકલ ટેકસટાઈલ્સમાં બધું જ સ્પેશિયલ જોઈતું હોય છે. સ્પેસિફિકેશન પ્રમાણે કવોલિટી ઈમ્પ્રુવમેન્ટ ખૂબ જ અગત્યનું છે અને સાતત્યતા જળવાઈ રહેવી જોઈએ.

આ બધા પેરામીટર્સ ઉપર ખરા ઉતરી શકાશે ત્યારે જ ટેકનિકલ ટેકસટાઈલ્સમાં વુવન માટે સારી તકો ઉભી કરી શકીશું. એમએસએમઈ, સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રી અને વિવિંગ ઈન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ તેમજ ડોમેસ્ટીક માર્કેટમાં કન્ઝમ્પશન માટે સરકારનો પોલિસી સપોર્ટ પણ જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ટેકનિકલ ટેકસટાઈલ્સમાં ચાઈના આગળ પડતું છે પણ છેલ્લા બે વર્ષથી કોવિડ– 19ને કારણે વિશ્વભરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, તેને કારણે વિશ્વની નજર હવે ભારત ઉપર છે. વર્ષ 2004–05માં જે તક ભારત ચૂકી ગયું હતું તે તક ફરીથી ભારતની સામે ઉભી થઈ છે અને આ તકને ઝડપી લેવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે તો ચાઈનાનું 50 ટકા માર્કેટ કેપ્ચર કરી શકાશે. વિશ્વની મોટી કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચો : Surat: ‘શો શુરૂ કિયા જાયે’ આજથી 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખુલતા સિનેમા સંચાલકોને દિવાળી સુધરવાની આશા

આ પણ વાંચો : Surat : દુબઇ ઇન્ટરનેશનલ એક્સ્પોમાં ઈ-ટ્રાન્સપોર્ટેશન વિષય પર મ્યુનિસિપલ કમિશનર આપશે પ્રેઝન્ટેશન

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">