Surat : લો બોલો ! સરથાણા વિસ્તારમાં મામાએ પોતાની બે ભાણીઓ માટે ચંદ્ર પર ખરીદી એક એકર જમીન, જુઓ Video
સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશ વેકરીયા આમ તો ડિજિટલ માર્કેટિંગ સાથે સંકળાયેલા છે. મહત્વનું છે કે બ્રિજેશભાઈની બહેન દયાના ઘરે એક નહીં પરંતુ બે લક્ષ્મીઓનો જન્મ થતા પરિવારની ખુશી બમણી થઈ ગઈ છે.
Surat : સુરતમાં એક મામાએ પોતાની બે જુડવા ભાણિઓ માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી લીધી છે. આજ દિન સુધી ચાંદ ઉપર આટલી નાની વયમાં કોઈ જોડીયા બાળકોના નામે જમીન નથી. પરંતુ સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશ વેકરીયાએ પોતાની બે જોડીયા ભાણિઓ માટે ચંદ્ર પર જ એક એકર જમીન લઇ લીધી છે. જોકે તમામ માટે આ ઘટના હંમેશા યાદગાર બની રહેશે. કહેવાય છે કે મામાને હંમેશા જ પોતાની ભાણીઓ વાલી હોય છે. ત્યારે આ વાત સાચી સાર્થક સુરતના એક વ્યક્તિએ કરી છે.
આ પણ વાંચો : Surat: મનપાની જમીનનો દુરુપયોગ, પોલીસ સ્ટેશન બનાવવા ફાળવાયેલી જગ્યા પર ફેલાયુ ગંદકીનું સામ્રાજ્ય- જુઓ Video
સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશ વેકરીયા આમ તો ડિજિટલ માર્કેટિંગ સાથે સંકળાયેલા છે. મહત્વનું છે કે બ્રિજેશભાઈની બહેન દયાના ઘરે એક નહીં પરંતુ બે લક્ષ્મીઓનો જન્મ થતા પરિવારની ખુશી બમણી થઈ ગઈ છે.
અમેરિકાની એક લુનાર લેન્ડર્સ કંપનીના માધ્યમથી ચંદ્ર પર જમીન ખરીદી
બ્રિજેશ બેન પાસેથી બંને ભાણીઓના ડોક્યુમેન્ટસ લઈ તેઓએ અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપનીમાં ચંદ્ર પર જમીન ખરીદવા માટે એપ્લિકેશન કરી હતી. આ અરજી માન્ય થતા આજે તેમની બંને ભાણિયો એટલે કે નીતિ અને નિયતિ સૌથી નાની ઉંમરમાં જોડિયા બહેનો ચંદ્રની જમીન પર માલિક બની છે.
આ પ્રકારની અનેક એવી વેબસાઈટ છે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરતી હોય છે. પરંતુ ખરેખર ચંદ્રની માલકી માટે જમીન કોની પાસે લઈ શકાય એ ખૂબ જ મહત્વની બાબત છે. બ્રિજેશે આ માટે ખાસ રિસર્ચ કર્યું હતું અને ત્યાર બાદ તેને જાણવા મળ્યું હતું કે અમેરિકાની એક લુનાર લેન્ડર્સ કંપનીના માધ્યમથી ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે.
બ્રિજેશ પટેલે આ માટે ત્રણ મહિના સુધી મેઇલ પર વાતચીત કરી અને ખાતરી મેળવ્યા બાદ જ આ જમીન ખરીદી હતી. બ્રિજેશે જે ચંદ્ર પર જે જમીન ખરીદી છે તે અમેરીકાની લુનાર સોસાયટીના વિસ્તારની જમીન ગણાય છે. જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ અંતરીક્ષમાં પોતાનો દાવો કરી શકશે નહીં.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો