Surat : વિધર્મી યુવકે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી

સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તે ધોરણ-9માં અભ્યાસ કરતી હતી, ત્યારે વર્ષ 2022માં ઓક્ટોબર મહિનામાં તે ખટોદરા આઝાદ નગર વિસ્તારમાં રહેતા સોયેબ શફી શેખ સાથે સંપર્કમાં આવી હતી. આરોપી સોયેબ શફી શેખની એક ચીકનની શોપ હતી. તો મળતી માહિતી પ્રમાણે તે સગીરાનો પીછો કરતો હતો.

Surat : વિધર્મી યુવકે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 18, 2023 | 3:40 PM

Surat : એક વિધર્મી યુવકે સુરતના ખટોદરા વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને (minor girl) લગ્નની લાલચ આપી હતી અને બાદમાં પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. બાદમાં અલગ અલગ જગ્યાએ લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કિશોરીના પરિવારે ખટોદરા પોલીસ મથકમાં (Khatodara Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સોયેબ શફી શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-Surat: સુરતના વરાછામાં બે યુવકોએ દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ તેલનાં ડબ્બાની ચલાવી લૂંટ, CCTV આવ્યા સામે, જુઓ Video

લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ

સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તે ધોરણ-9માં અભ્યાસ કરતી હતી, ત્યારે વર્ષ 2022માં ઓક્ટોબર મહિનામાં તે ખટોદરા આઝાદ નગર વિસ્તારમાં રહેતા સોયેબ શફી શેખ સાથે સંપર્કમાં આવી હતી. આરોપી સોયેબ શફી શેખની એક ચીકનની શોપ હતી. તો મળતી માહિતી પ્રમાણે તે સગીરાનો પીછો કરતો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

બાદમાં આરોપીએ કોઇ રીતે સગીરાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને બાદમાં સગીરાને તેના વોટ્સએપ નંબર પર મેસેજ કરતો હતો અને વાતચીત કરતો હતો. એટલુ જ નહીં આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી અને હું તને તારા પરિવાર કરતા પણ વધુ સારી રીતે સાચવીશ તેમ જણાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને આરોપીએ સગીરાને પોતાના ઘરે તેમજ અલથાણ ગાર્ડન ખાતે મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાની પૂછપરછ કરતા મામલો સામે આવ્યો

સગીરા છેલ્લા 15 દિવસથી સ્કૂલ અને ટ્યુશન જતી ન હતી, જેથી માતાએ તેણીની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે સગીરાના પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">