Surat: મનપાની જમીનનો દુરુપયોગ, પોલીસ સ્ટેશન બનાવવા ફાળવાયેલી જગ્યા પર ફેલાયુ ગંદકીનું સામ્રાજ્ય- જુઓ Video
Surat: સુરતમાં મનપાએ પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાલવાયેલા પ્લોટ પર હાલ ગંદકીના ગંજ ખડકાયા છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે. જે જમીન પોલીસ સ્ટેશન બનાવવા અપાઈ છે ત્યાં ટો કરેલા વાહનોને મુકવામાં આવે છે.
Surat: સુરતના સરથાણા વ્રજચોક પાસે વેરોના રેસિડેન્સી આવેલી છે. જેની સામે સુરત મહાનગરપાલિકાની માલિકીનો મોટો પ્લોટ છે. આ પ્લોટ મહાનગરપાલિકાએ પોલીસ સ્ટેશન બનાવવા પોલીસ વિભાગને ફાળવ્યો છે. પરંતુ અહીં પોલીસ સ્ટેશન બનાવવાને બદલે ટોઈંગ કરેલા વાહનો મુકવામાં આવે છે. સાથે જ ઘણા સમયથી વાહનો મુક્યા હોવાથી તેની હાલત ભંગાર જેવી થઈ ગઈ છે.
આ પણ વાંચો : Ahmedabad: સ્ટુડન્ટ વિઝાના અપાવવાના નામે એજન્ટે આચરી છેતરપિંડી, ખંખેરી લીધા 24.34 લાખ
હાલ ચોમાસું ચાલી રહ્યું હોવાથી પાણી ભરાવાને કારણે આ પ્લોટમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે. ગંદકીને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. આ પ્લોટની આજુબાજુમાં આવેલી સાત સોસાયટીના રહીશો આ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે પરેશાન છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અંગે મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જ કાર્યવાહી નથી થઈ. રોષે ભરાયેલા સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો આ ગંદકી સાથે તેઓ મહાનગરપાલિકા કમિશનરની કચેરી જઈને ત્યાં ગંદકી ઠાલવશે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
