Surat : સાસરિયાના ત્રાસથી અલગ અલગ વિસ્તારમાં બે મહિલાનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી
આ બનાવ મામલે મૃતક નીતુબેનના પરિવારજનોએ તેના પતિ દિપકબ્રીજ મોહન ચૌધરી, અને અર્જુન બ્રીજમોહન ચૌધરી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. નીતુબેનને દહેજના પૈસા મુદ્દે વારંવાર પરેશાન કરવામાં આવતાં હતાં.
Surat: સાસરિયાના ત્રાસથી સુરતમાં(Surat) મહિલાઓના આપઘાતમાં બનાવ યથાવત રહેવા પામ્યા છે. સરથાણા અને ઈચ્છાપોર એમ બે અલગ અલગ વિસ્તારમાં મહિલાઓએ આપઘાત(Suiside) કરી લીધા છે. સાસરિયાના માનસિક અને શારીરિક ત્રાસના કારણે બંને વિસ્તારની મહિલાઓએ આપઘાત કરી લીધો હતો. તેમજ બંને વિસ્તારના પોલીસ મથકમાં સાસરિયાઓ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીતુબેનને દહેજના પૈસા મુદ્દે વારંવાર પરેશાન કરવામાં આવતાં હતાં
સુરતના ઈચ્છાપોર જયરાજ સોસાયટીમાં રહેતા નીતુબેન દિપક ચૌધરી(ઉ.વ.આ.32)એ ગત તા. 19મીના રોજ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ મામલે મૃતક નીતુબેનના પરિવારજનોએ તેના પતિ દિપકબ્રીજ મોહન ચૌધરી, અને અર્જુન બ્રીજમોહન ચૌધરી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. નીતુબેનને દહેજના પૈસા મુદ્દે વારંવાર પરેશાન કરવામાં આવતાં હતાં.
આપઘાતને પગલે પિયર પક્ષ દ્વારા તેણીને સાસરિયા દ્વારા માનસિક- શારીરિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી પતિ સહિત ચાર વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપઘાત પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પરિણીતા તેના આપઘાત માટે પતિને જ જણાવ્યો હતો.
જેમાં પરિવારના આક્ષેપના આધારે પોલીસ આ મામલો ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી છે. અને આપઘાત કરનાર પરિણીતાના પતિ, સસરા, સાસુ સહિત ચાર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પરિણીતાના પતિની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો