Surat : ટ્રાફિક પોલીસને ખોટી રીતે દંડ ફટકારવો ભારે પડયો, શિક્ષકને દંડની રકમ પરત કરી
સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુમ્બે પર આક્ષેપો થયા હતા કે કોરોનામાં લોકડાઉનમાં પોલીસ ક્રેઇનના બિલ ખોટી રીતે પાસ કરતા હોવાની વાત સામે આવી હતી. તે મામલે તપાસ પણ કરવામાં આવતી હતી.
સુરત (SURAT) શહેર ટ્રાફિક પોલીસ (Traffic police)સતત ઘણા સમયથી વિવાદમાં આવતી રહી છે. ત્યારે વધુ એક વખત સુરત ટ્રાફિક પોલીસને શરમાવે તેવી ઘટના સામે આવી. ક્રેઈન દ્વારા ખોટી રીતે બાઈક ટોઈંગ કરી જવાતી હોવાની અનેક વખત ફરિયાદ ઉઠતી હોય છે. જોકે નવસારીના ટયુશન શિક્ષકની કારની પાછળ પાર્ક કરેલી બાઈક ટો કરી જનાર સુરત ટ્રાફિક પોલીસ પાસે ટોઇન વખતના સીસીટીવી ફુટેજ કે નો- પાર્કિંગમાં બાઈક હોવાના ફોટો નહીં હોવા બદલ ગુજરાત માહીતી આયોગે સોગંદનામું કરવાનું કહેતા જ ડરી ગયેલી ટ્રાફિક પોલીસે શિક્ષકના એકાઉન્ટમાં દંડની રકમ પરત કરી દીધી હતી.
નવસારી વિદ્યાભારતી સ્કુલ પાસે રાધે કૃષ્ણા પેલેસમાં રહેતા રિતેશ ઘનશ્યામ પટેલ ખાનગી ટયુશન કલાસીસ ચલાવે છે. ગત બીજી ફ્રેબુઆરી -21માં તેઓ સુરતમાં મિત્રા સાથે ભાગળ વિસ્તારમાં આવ્યા હતા. એક કારની પાછળ ફુટપાથ પાસે તેમણે પોતાની બાઈક પરત કરી હતી. સાંજે પરત આવ્યા ત્યારે રોડ ઉપર કાર હોવા છતાં તે તો ત્યાં જ પડી હતી. પરંતુ તેમની બાઈક ટ્રાફિક પોલીસની ક્રેઈન ઉંચકી દઈ હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉન પર પહોંચતા ટ્રાફિક પોલીસે તેમની તમામ દલીલને અવગણી નો-પાર્કિંગ અને ક્રેઈન ચાર્જ મળી કુલ 650 રૂપિયાની રસીદ ભરાવ્યા બાત જ તેમને બાઈક પરત કરી હતી.
બીજા જ દિવસે તેમણે આર.ટી.આઈ કરી તેમના બાઈક ટોઈંગ કરાઈ તે સમયના સીસીટીવી ફુટેજ અને તેમજ નો-પાર્કિંગમાં બાઈક હોય તેવો ફોટો ક્રેઈનના કર્મચારીઓએ ફરજિયાતપણે પાડવાનો હોઈ તેની માંગણી કરી હતી. આ શિક્ષકે માહીતી આયોગમાં ફરિયાદ કરી હતી. માહીતી આયોગમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા આજ રટણ કરવામાંઆવતાં સુધી જ પોલીસને મજુરનો મોબાઈલ ખોવાયા હોવાનું અને ત્રણ વાગ્યા પછીના સીસીટી ફુટેજ નહી હોવાનું સોગંદનામું ફરિયાદને આપવા જણાવતાં જ ટ્રાફિક પોલીસે આ શિક્ષકનો સંપર્ક કરી ગુપચુપ સુરત પોલીસની ક્રેઈન એજન્સી રોનક ટ્રેડર્સના એકાઉન્ટમાંથી 650 રૂપિયા આ શિક્ષકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુમ્બે પર આક્ષેપો થયા હતા કે કોરોનામાં લોકડાઉનમાં પોલીસ ક્રેઇનના બિલ ખોટી રીતે પાસ કરતા હોવાની વાત સામે આવી હતી. તે મામલે તપાસ પણ કરવામાં આવતી હતી. છતાં પણ કોઈ નિકાલ થયો નથી. હજુ પણ ટ્રાફિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. છતાં પણ કોઈ ઉચ્ચ પોલીસ અધિકારિયો દ્વારા તપાસ થતી નથી. તપાસ થાય તો અનેક ફરિયાદી સામે આવી તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો : Team India: ટીમ ઇન્ડિયા ને લઇ સામે આવી મોટી જાણકારી, રવિન્દ્ર જાડેજાનો થશે સમાવેશ, વિરાટ કોહલી બહાર થશે!