Surat : 20 હજાર લીટર બાયોડીઝલના જથ્થા સહિત ત્રણ લોકોની ધરપકડ
સુરત પોલીસે બંને સ્થળેથી મળી આવેલા ગેરકાયદેસર કેમિકલનો જથ્થો કુલ 20 હજાર લીટરથી વધુ એટલે કે 15.75 લાખ સહિત કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે પકડાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ કરી છે.
સુરત(Surat)શહેરના સિંગણપોર ડભોલી વિસ્તારમાં આવેલી બે અલગ અલગ જગ્યા પર શહેર પીસીબી પોલીસે દરોડો પાડી ગેરકાયદે બાયોડીઝલનો(Biodiesel) જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે અહીંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને કુલ 48 લાખનો મુદામાલ કબજે કર્યો હતો માહિતી મળી રહી તે પ્રમાણે ખાસ કરી ને આજગ્યા પર બસ પાર્કિંગ હોવાથી બસમાં ડીઝલ પુરાવતા હતા કારણ કે બાયો ડીઝલ સૌથી વધુ મોટી બસો અને ટ્રકોમાં વપરાશ થતો હોય છે.
શહેર પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ડભોલી સિંગણપોર વિસ્તારમાં ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ થઇ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સિંગણપોર હાથી મંદિર રોડ પાળા પાસે આવેલા વિન્ટેજ પાર્કિંગમાં આવેલા પતરાના શેડમાં રેઇડ કરી હતી. પોલીસે અહીંથી પાર્થ પ્રવીણભાઈ જેઠવા અને ટેન્કર ડ્રાઈવર વિનોદ નનકુરામ યાદવને ઝડપી પાડ્યો હતો. અહીંથી પોલીસે 13 . 26 લાખનું 17 હજાર લીટર બાયોડીઝલ 25 લાખનું બાયોડીઝલ ભરેલું ટેન્કર, બાયોડીઝલ ભરેલું ટેમ્પો, ડીઝલ મીટર પમ્પ, વગેરે સાધનો મળી કુલ 41. 41 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
જ્યારે બીજી બાજુ વાત કરીએ તો આ ઉપરાંત બાતમીના આધારે પોલીસે સિંગણપોર ડભોલી રોડ સ્થિત બાલાજી કમ્પાઉન્ડમાંમાં આવેલા પતરાના શેડમાં પણ દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે દશરથભાઈ ઉર્ફે દિલીપ મારવાડીની ધરપકડ કરી હતી. પોલીસે અહીંથી પણ 2. 49 લાખની કિમતનું 3200 લિટર બાયોડીઝલ કેમિકલ, બાયોડીઝલ ભરેલો પીકઅપ ફોરવ્હીલ ટેમ્પો, વગેરે સાધનો મળી કુલ ૬.૫૮ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
આમ સુરત પોલીસે બંને સ્થળેથી મળી આવેલા ગેરકાયદેસર કેમિકલનો જથ્થો કુલ 20 હજાર લીટરથી વધુ એટલે કે 15.75 લાખ સહિત કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે પકડાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ કરી છે.કેટલા સમયથી આ વેપાર કરી રહ્યા હતા અને આ બાયો ડીઝલ ક્યાંથી લવામાં આવતું હતું તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad : ખોખરામાં હ્યુન્ડાઇના શૉ-રૂમ બહાર યુથ કોંગ્રેસે દેખાવો કર્યા
આ પણ વાંચો : Rajkot : આટકોટના બળધોઇથી ગુમ થયેલી તરૂણી બેંગ્લોરથી મળી આવી