AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: શહેરના આ મંદિરે બતાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું?

Surat: સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં મોટી રાહત થઈ છે પણ કોરોનાના કેસો ભલે ઓછા થઈ રહ્યા હોય, આ વાયરસ હજી આપણી વચ્ચે જ છે એ લોકોએ ભૂલવું જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હજી કોરોનાનો ડર યથાવત રહ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે લોકોને આર્થિક નુકસાન પણ એટલું જ […]

Surat: શહેરના આ મંદિરે બતાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું?
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 14, 2021 | 11:06 PM
Share

Surat: સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં મોટી રાહત થઈ છે પણ કોરોનાના કેસો ભલે ઓછા થઈ રહ્યા હોય, આ વાયરસ હજી આપણી વચ્ચે જ છે એ લોકોએ ભૂલવું જોઈએ નહીં. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે હજી કોરોનાનો ડર યથાવત રહ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે લોકોને આર્થિક નુકસાન પણ એટલું જ થયું છે અને એટલા માટે જ સરકારે તબક્કાવાર વેપાર ધંધા અને રોજગારને શરૂ કરવા છૂટછાટ આપીને અનલોક કર્યું છે.

પરંતુ હજીય કેટલાક લોકો કોરોના જતો રહ્યો એમ સમજીને બિન્દાસ ફરી રહ્યા છે. હાલ અનલોકમાં જ્યારે ધાર્મિક સ્થાનો પણ લોકોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે સુરતનું એક મંદિર એવું છે જેના થકી લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવી રીતે કરવું તેની સમજ બખૂબી આપવામાં આવી રહી છે. સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં સરગમ શોપિંગ સેન્ટરની પાછળ આવેલા મહાદેવ મંદિરમાં ભગવાનના દર્શન માટે આવતા લોકો પાસે ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન તો કરાવવામાં જ આવે છે.

પરંતુ ભગવાનને પણ કોરોનાથી બચાવવા જાણે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ મંદિરમાં આવતા શિવભક્તો મહાદેવના શિવલિંગને સીધી રીતે સ્પર્શી શકતા નથી કે દૂધ અને જળાભિષેક કરી શકતા નથી. તેના માટે મંદિરમાં 3 મીટર લાંબો સ્ટીલનો પાઈપ મુકવામાં આવ્યો છે.

મંદિરના દ્વારે એક નાની પવાલી મુકવામાં આવી છે. જેમાં ભક્તો પાણી અને દૂધ ચડાવી શકે છે જે પાઈપ વાટે સીધું શિવલિંગ પર ચડે છે. આમ, આજે લોકો પણ મંદિરોમાં દર્શન માટે ભીડ લગાવી રહ્યા છે. તેવામાં આ મંદિર દ્વારા ભક્તોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા યોગ્ય રીતે સમજ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Suratમાં મહિલાઓ ભરશે ઉડાન, વનિતા વિશ્રામ ખાતે ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટીની તૈયારીઓ શરૂ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">