Surat: વરાછામાંથી હીરાની ચોરીની ભેદ વણઉકલ્યો, પોલીસે નદીમાં શોધખોળ શરૂ કરી
ચોરી કર્યા બાદ બેગમાં હીરાની વાતથી અજાણ હોવાની વાત જોકે પોલીસને ગળે ઉતરી રહી નથી.હાલમાં તો ફાયરની અને સ્થાનિક હોડી વાળાઓની મદદથી પોલીસ જે નદીમાં સ્થળ બતાવામાં આવે છે ત્યાં શોધખોળ કરી રહી છે કે હીરા નું પેક્ટ મળી જાય
સુરતના(Surat)મોટા વરાછામાં હીરા વેપારીના(Diamond)બંગલામાં ખુલ્લી બારીમાંથી પ્રવેશી હીરા સહીત 15.45 લાખની ચોરી(Theft) થઇ હતી. આ ઘટનામાં ડીસીબી પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે લેપટોપ બેગમાં હીરા હોવાની તેઓને જાણ ન હતી જેથી તેઓએ બેગ તાપી નદીમાં ફેકી દીધી હતી. જો કે આરોપીઓ ખોટુ બોલતા હોવાની આંશકાને પગલે પોલીસે તપાસ પણ શરુ કરી છે..સુરતના મોટા વરાછાની પંચકુટીર સોસાયટીમાં રહેતા હીરા વેપારી હાર્દિક ઝવેરભાઈ વસોયાના બંગલાના બીજા માળે બેડરૂમની ખુલ્લી બારીમાંથી પ્રવેશ કરી તસ્કરો લેપટોપ, મોબાઈલ ફોન અને હીરા ભરેલી બેગ મળી કુલ 15.45 લાખની મત્તા ચોરીને ભાગી જતા અમરોલી પોલીસ દોડતી થઇ ગયી હતી. પોલીસની તપાસમાં સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં બાઈક પર ચોરી કરવા આવનાર બે ઈસમો કેદ થયા હતા. દરમ્યાન આ કેસમાં ડીસીબી પોલીસે બાતમીના આધારે ઉત્રાણ રામપાટ પાણીની ટાંકી પાસેથી અજય ઉર્ફે બોડો રામુભાઈ વસાવા અને રીક્ષા ડ્રાઈવર મુકેશ ઉર્ફે પપ્પુ રામશીરોમણ મોર્યાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા 80 હજારની કિમતની બાઈક 20 હજારની કિમતના બે મોબાઈલ મળી કુલ 1 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
લેપટોપ બેગ સવજી કોરાટ બ્રીજ પરથી તાપી નદીમાં ફેકી દીધી હતી
પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અજય બોડા ગ્રીલ મારફતે ઉપર ચડ્યો હતો અને ખુલ્લી બારીમાંથી લેપટોપ અને બેગની ચોરી કર્યા બાદ નીચે ઉતરી તેમણે બેગમાંથી ઓરીજીનલ ડોક્યુમેન્ટ બંગલાની નજીક ખુલ્લા મેદાનમાં ફેકી દીધા હતા જયારે લેપટોપ બેગમાં હીરા હતા તેવી તેમને જાણ જ નહોતી આથી તેમણે લેપટોપ બેગ સવજી કોરાટ બ્રીજ પરથી તાપી નદીમાં ફેકી દીધી હતી. જો કે બંને રીઢા ગુનેગાર હોય ખોટુ બોલતા હોવાની શક્યતાને પગલે પોલીસે તપાસ શરુ કરી છે. વધુમાં અજય ઉર્ફે બોડો વિરુદ્ધ ભૂતકાળમાં સચિન પોલીસ મથકમાં સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, વાહન ચોરી અને પ્રોહીબીશનના ગુના પણ નોંધાયેલ છે.
બેગ નદીમાં નાંખતા સીસીટીવીમાં પોલીસને દેખાઈ પણ આવ્યા
પોલીસના આશ્વર્ય વચ્ચે આ હીરા, મોબાઈલ અને લેપટોપ સાથેની બેગ સવજી કોરાટ બ્રિજ ઉપરતી નદીમાં નાંખી દીધાની અજયે કબુલાત કરી હતી. ચોરી કર્યા બાદ બેગમાં મોબાઈલ ફોન અને લેપટોપ જોતા મોબાઈલ ટ્રેકીંગથી પકડાઈ જવાના ડરથી આ બેગ પાણીમાં નાંખી દીધાની કબુલાત કરનાર બંને સવજી કોરાટ બ્રિજ ઉપરથી બેગ નદીમાં નાંખતા સીસીટીવીમાં પોલીસને દેખાઈ પણ આવ્યા હતા. પરંતુ 30 ફુટ પાણીમાં તરવૈયાઓ ઉતારવા છતાં પણ બેગ મળી ન હતી.
ફાયરની અને સ્થાનિક હોડી વાળાઓની મદદથી પોલીસે શોધખોળ શરૂ કરી
ચોરી કર્યા બાદ બેગમાં હીરાની વાતથી અજાણ હોવાની વાત જોકે પોલીસને ગળે ઉતરી રહી નથી.હાલમાં તો ફાયરની અને સ્થાનિક હોડી વાળાઓની મદદથી પોલીસ જે નદીમાં સ્થળ બતાવામાં આવે છે ત્યાં શોધખોળ કરી રહી છે કે હીરા નું પેક્ટ મળી જાય પણ અત્યાર હવે હીરાનું આટલું નાનું પેકેટ કેવી રીતે મળે તે પણ એક મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે.
આ પણ વાંચો : રાજકોટ: ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સામે બળવો
આ પણ વાંચો : મોદીની ગુજરાત મુલાકાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ, ગાંધીનગરમાં બેઠક મળી, અમદાવાદમાં વ્યવસ્થા ગોઠવાઈ