AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મહાનગરપાલિકાની કડકાઈની અસર દેખાઈ, લોકો વેક્સિન લેવા સામે ચાલીને વેક્સીન સેન્ટર પર જઈ રહ્યા છે

સુરત મહાનગરપાલિકા તરફથી ચલાવવામાં આવેલા કોરોના વેક્સિનેશન અભિયાનમાં 108.4 ટકા લોકોને વેક્સિનેશનનો પહેલો ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. શહેરને કોરોના મુક્ત બનાવવા માટે તમામ નાગરિકોએ વેક્સિનના બંને ડોઝ લેવા ફરજીયાત છે.

Surat: મહાનગરપાલિકાની કડકાઈની અસર દેખાઈ, લોકો વેક્સિન લેવા સામે ચાલીને વેક્સીન સેન્ટર પર જઈ રહ્યા છે
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 1:50 PM
Share

સુરત (Surat)માં સાવર્જનિક જાહેર સ્થળ (Public Places) અને મોલ મલ્ટીપ્લેક્સમાં (Mall Multiplex) પ્રવેશ માટે વેક્સિનેશન સર્ટિફિકેટ (Vaccination Certificate) ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જેના એક અઠવાડિયામાં જ 1,79,855 લોકોએ વેક્સીન લઈ પણ લીધી છે. જેમાંથી 50,646 લોકોએ વેક્સિનનો પહેલો અને 1,30,000 કરતા પણ વધારે લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે. 

સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી ચલાવવામાં આવેલા કોરોના વેક્સિનેશન અભિયાનમાં 108.4 ટકા લોકોને વેક્સિનેશનો પહેલો ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. શહેરને કોરોના મુક્ત બનાવવા માટે તમામ નાગરિકોએ વેક્સિનના બંને ડોઝ લેવા ફરજીયાત છે. ગત સોમવારે સુરતમાં વેક્સિનના બીજા ડોઝ માટે એલિજેબલ લોકોમાંથી 71 ટકા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે.

જયારે 6,68,438 લોકોએ કોરોનાનો બીજો ડોઝ લીધો ન હતો. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઝોન ઓફિસ અને અન્ય કચેરીઓ, જાહેર સ્થળ જેવા કે ગાર્ડન, ઝૂ, એકવેરિયમ, લાઈબ્રેરી, સાયન્સ સેન્ટર, સ્વિમિંગ પુલ, સીટી બસ, બીઆરટીએસ બસ સ્ટેન્ડ, બસમાં મુસાફરી કરનાર લોકોને વેક્સિનનો ડોઝ ફરજીયાત કરવામાં આવ્યો હતો અથવા તો જેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે તેવા લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સુરતમાં 190 કરતા વધારે સેન્ટર પરથી વેક્સિનેશન કામગીરી થઈ રહી છે. જેમાં પહેલા ડોઝ માટે 32, બીજા ડોઝ માટે સ્પોટ રજીસ્ટ્રેશન માટે 144, ઓનલાઈન એપોઈમેન્ટ લઈને વેક્સીન લેવા માટે 8, વિદેશ જનારા માટે 2 અને કોવેક્સિન માટે 14 સેન્ટરો પર વેક્સીન કામગીરી કરવામાં આવી રહી છે.

ગત સોમવારે 6,68,000 લોકોએ અંતિમ તારીખ વીતવા છતાં પણ વેક્સીન લીધી નહતી. હવે જાહેર સ્થળો પર પણ વેક્સિનેશનના સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવતા લોકોએ વેક્સીન લેવાનું શરૂ કરી દીધું છે. આ સાથે જ બીજા ડોઝ લેનાર લોકોની સંખ્યા 6,28,000 સુધી પહોંચી ગઈ છે.

સુરતમાં 6 અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. અત્યાર સુધી કોરોનાના 1,44,009 કેસો સામે આવી ચુક્યા છે. જોકે લાંબા સમયથી કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી. અત્યાર સુધી 1,41,860 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. હજી પણ 33 જેટલા એક્ટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આમ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કડકાઈની અસર એવી થઈ છે કે લોકો હવે સામે ચાલીને વેક્સીન સેન્ટર પર પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

g clip-path="url(#clip0_868_265)">