Surat : UPSC માટે સુરતમાં ક્રેઝ ત્રણ ગણો વધ્યો, આ વર્ષે 5383 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

|

Jun 01, 2022 | 9:14 AM

અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં (South Gujarat ) યુપીએસસીની પરીક્ષાનું કેન્દ્ર નહીં હોવાથી ઉમેદવારોને વહેલી સવારે ઉઠી કે આગલા દિવસે નીકળી અમદાવાદ પહોંચવું પડતું હતું.

Surat : UPSC માટે સુરતમાં ક્રેઝ ત્રણ ગણો વધ્યો, આ વર્ષે 5383 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
NEET Admit Card Download Link

Follow us on

સુરત (Surat ) શહેરમાં સતત બીજા વર્ષે સિવિલ સર્વિસીઝની ટોપની ગણાતી યુપીએસસીની (UPSC)  પ્રિલિમ્સની પરીક્ષા યોજાશે. જે માટે યુપીએસસીની પરીક્ષા લેનારી ખાસ ટીમ (Team ) આ માટે સુરત પણ આવી ગઇ છે. દરેક  બ્લોકમાં 24 ઉમેદવરોની બેઠક વ્યવસ્થા કરાઇ છે. સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરના આશાસ્પદ ઉમેદવારો માટે ગયા વર્ષથી સુરતમાં યુપીએસસીની પરીક્ષા યોજાવાનું શરૂ થયું છે. ત્યારે આ વર્ષે પણ યુપીએસસીની પરીક્ષા આયોજન કરેલા કાર્યક્રમ મુજબ યોજાશે.

યુનિયન પબ્લીક સર્વિસ કમિશન તરફથી આ માટે પાંચમી જૂનની તારીખ જાહેર કરાઇ છે. આ અંગે માહિતી આપતા નાયબ ક્લેકટર સિટી પ્રાંત જી.વી.મીયાણીએ કહ્યું હતું કે, આ વર્ષે પણ રેગ્યુલર શિડયુલ મુજબ બે સેશનમાં પરીક્ષા યોજાશે. પાંચમી જૂને યોજાનારી આ પરીક્ષામાં આ વર્ષે 5383 ઉમેદવારો નોંધાયા છે. સવારે આ પ્રિલિમ્સ પરીક્ષા માટે 20 કેન્દ્ર ઉપરથી 225 બ્લોકમાં સીસીટીવીની નજર હેઠળ પરીક્ષા યોજાશે. સવારે સાડા નવથી સાડા અગિયાર અને બપોરે અઢી વાગ્યાથી સાડા ચાર વાગ્યા દરમિયાન આ પરીક્ષા લેવાનારી છે. પરીક્ષાના પહેલા સેશનમાં 100 માર્કસના એમસીકયુ તેમજ સેકન્ડ સેશનમાં 80 માર્કસના એમસીક્યુ હશે. યુપીએસસીની પરીક્ષા લેનારી ખાસ ટીમ આ માટે સુરત પણ આવી ગઇ છે. પ્રત્યેક બ્લોકમાં 24 ઉમેદવરોની બેઠક વ્યવસ્થા કરાઇ છે.

યુપીએસસી માટે ગયા વર્ષ કરતાં સુરતમાં ક્રેઝ ત્રણ ગણો વધી ગયો :

સિટી પ્રાંત નાયબ ક્લેકટર જી.વી.મીયાણીએ કહ્યું હતું કે સુરતમાં ગયા વર્ષથી શરુ થયેલી યુપીએસસીની પરીક્ષાને સમસ્ત દક્ષિણ ગુજરાતભરમાંથી સારો પ્રતિસાંદ મળ્યો છે. ગયા વર્ષે આ પરીક્ષાનો સુરત માટે પહેલોવહેલો અનુભવ હતો. ગયા વર્ષે 1600 કરતા વધુ ઉમેદવારોની પરીક્ષા યોજાઇ હતી. સુરતમાં પરીક્ષા આપવા માટે 5383 ઉમેદવારો નોંધાયા છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં યુપીએસસીની પરીક્ષાનું કેન્દ્ર નહીં હોવાથી ઉમેદવારોને વહેલી સવારે ઉઠી કે આગલા દિવસે નીકળી અમદાવાદ પહોંચવું પડતું હતું. પરંતુ હવે સુરતમાં ઘર આંગણે પરીક્ષા યોજાતા દક્ષિણ ગુજરાતના ઉમેદવારોને હાશકારો થયો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

એર ઇન્ડિયા મારફત કુરિયરથી પેપર સીધા પોસ્ટ માસ્ટરની હાજરીમાં સીલ કરાશે :

યુપીએસસીએ ટોચની પરીક્ષા ગણાય છે. આ પરીક્ષા કરનારા ઉમેદવારોને રૂઆબદાર પોસ્ટ ઉપર નોકરી કરવા સાથે સરકારી જાહોજલાલી ભરેલી સવલતો મળે છે. આ પરીક્ષાના 3 તબક્કા હોય છે. પ્રિલિમ્સ મેઇન્સ તેમજ ઇન્ટરવ્યુ અંગ્રેજોના શાસનકાળથી શરુ થયેલી આ પરીક્ષાની ખાસ વિશિષ્ટતા છે. આ પરીક્ષાના પેપર એર ઇન્ડિયાના એર ક્રાફ્ટ મારફ્ત સુરત આવે છે. અને તે હેડ પોસ્ટ માસ્ટરની હાજરીમાં તેમની કસ્ટડીમાં સોંપી દેવાય છે. આ પેપર પરીક્ષાના આગલા દિવસે તિજોરીમાંથી બધાની હાજરીમાં કાઢી સેન્ટર ઉપર મોક્લવામાં આવે છે પરીક્ષા પૂરી થયા પછી પણ આ પેપર સીધા પોસ્ટ હેડ માસ્ટર યુપીએસસીને આન્સરશીટ રેલ્વે કે એર મારફ્ત મોકલી દે છે.

 

Next Article