Surat : બાકી પેમેન્ટ બાબતે એમ્બ્રોઇડરી કારખાનેદારને ગોંધીને માર મારવાના કેસમાં બે ની ધરપકડ

હીરાના (Diamond )રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનના અપહરણ નો મામલો સામે આવ્યો છે સુરતમાં અગાઉ પણ હીરા બાબતે કારીગરો ને મારમારવા ના બનાવો અને અપહરણ કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.

Surat : બાકી પેમેન્ટ બાબતે એમ્બ્રોઇડરી કારખાનેદારને ગોંધીને માર મારવાના કેસમાં બે ની ધરપકડ
Two caught in case of kidnapping (File Image )
Baldev Suthar

| Edited By: Parul Mahadik

May 31, 2022 | 5:25 PM

સુરતમાં (Surat )રૂપિયા 19 લાખના હીરાના બાકી પેમેન્ટ (Payment )માટે એમ્બ્રોઇડરી કારખાનેદારનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો પોલીસે (Police )બે લોકોની  ધરપકડ કરી છે. સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોઇડરી નું કામ કરતાં વેપારીના દીકરાએ વેચાણ માટે લીધેલા 19 લાખના હીરા ના બાકી પેમેન્ટ રૂપિયા નહીં ચૂકવી હીરાના વેપારીઓ સાથે લાંબા સમયથી છેતરપિંડી કરતો હતો. જોકે હીરાના વેપારીઓએ ઉઘરાણી શરૂ કરતા યુવકે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ પૈસાની ઉઘરાણી માટે હીરા વેપારીઓએ યુવકનું કહ્યું હતું અપહરણ યુવકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

હીરાના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનના અપહરણ નો મામલો સામે આવ્યો છે સુરતમાં અગાઉ પણ હીરા બાબતે કારીગરો ને મારમારવા ના બનાવો અને અપહરણ કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો જેમાં મૂળ ભાવનગરના વલ્લભપુરના મેલાણા ગામના વતની અને સુરતમાં ડભોલી ગામ કેન્સર હોસ્પિટલની પાછળ સાંઈ દર્શન સોસાયટી ઘર નં.2 માં રહેતા 48 વર્ષીય વિજયભાઈ રામજીભાઈ કીકાણી કતારગામ જીઆઈડીસી ખાતે માધવ આર્ટના નામે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે.

દિવાળી અગાઉ હોરાનો વેપાર કરતા તેમના 23 વર્ષીય પુત્ર દિશીલે દલાલ રણછોડભાઈ મારફતે રૂ.19 લાખના હીરા હીરા વેપારી પ્રદીપભાઇ મિયાણી પાસેથી લઈ એક વેપારીને આપ્યા હતા. પરંતુ તે વેપારીએ પૈસા નહીં ચુકવતા દિશીલ પ્રદીપભાઈને પેમેન્ટ કરી શક્યો નહોતો. હીરાના વેપારીઓ દ્વારા તેની પાસે સતત હીરાના 19 લાખ રૂપિયા માટે ઉઘરાણી સાથે દબાણ કરવામાં આવતું હતું. જેને લઇને ગત 23 ઓક્ટોબર 2021 ના રોજ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

તે અંગે ચોકબજાર પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. જોકે આ ઘટના બાદ વેપારીઓ ઉઘરાણી કરવાની બંધ કરી દીધી હતી. ઉપરાંત છેલ્લા પાંચ મહિનાથી હીરા વેપારીઓએ યુવક પાસે હીરાના માટે ઉઘરાણી શરૂ કરી હતી અને જેથી ફરી વિવાદ સામે આવ્યો હતો. જેમાં રણછોડભાઈ મારફતે ફોન કરાવી વિજયભાઈને તેમના ઘર નજીક હંસ એવન્યુના ખૂણા પાસે મળવા બોલાવી ત્રણ બાઈક પર આવેલા પ્રદીપભાઈ અને તેમની સાથેના અન્ય ત્રણ વ્યક્તિ માર મારી અપહરણ કરી વરાછા યોગીચોક ખાતે લઈ ગયા હતા.

ત્યાં તેમને એક રૂમમાં ગોંધી રાખી બાકી રકમના બદલામાં મકાન નામ પર લખી આપવા દબાણ કર્યું હતું. પણ વિજયભાઈ તાબે થયા નહોતા. દરમિયાન, વિજયભાઈના પત્નીએ તેમના અપહરણની જાણ પોલીસને કરતા પ્રદીપભાઈ અને અન્યો તેમને પુણા ગામ રચના સર્કલ પાસે છોડીને ભાગી ગયા હતા. જોકે પુત્ર ના હીરાના રૂપિયા પિતા પાસે વસૂલવા માટે પિતાનું અપહરણ કર્યું હતું. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પ્રદીપ અને તેના એક સાગરિતની ધરપકડ કરી છે જ્યારે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે સુરતની ડભોલી પોલીસે તપાસ શરૂ કરી છે..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati