AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : બાયો ડીઝલનો ગેરકાયદે વેપલો ચલાવનાર આરોપી એક વર્ષ બાદ ઝડપાયો, દુબઇ-શારજહાંથી બાયો ડીઝલ મગાવી કરતો હતો વેચાણ

સુરતના (Surat) સરથાણાના વ્રજચોક બસ પાર્કિંગની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઓગસ્ટ 2021માં સરથાણા પોલીસે દરોડા પાડી ગેરકાયદે બાયો ડીઝલ વેચાણ કરતા મનિષ રાવ સહિત કુલ 17ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે કુલ રૂ. 4.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Surat : બાયો ડીઝલનો ગેરકાયદે વેપલો ચલાવનાર આરોપી એક વર્ષ બાદ ઝડપાયો, દુબઇ-શારજહાંથી બાયો ડીઝલ મગાવી કરતો હતો વેચાણ
એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 28, 2022 | 12:23 PM
Share

સુરતના સરથાણાના વ્રજચોકમાં બસ પાર્કિંગની બાજુની ખુલ્લી જગ્યામાંથી એક વર્ષ અગાઉ બાયો ડીઝલનું ગેરકાયદે વેચાણ પકડાયુ હતુ. આ પ્રકરણમાં દુબઇ- શાહજહાથી બાયો ડીઝલનો જથ્થો મગાવી સપ્લાય કરનારને સુરત ઇકો સેલે ઝડપી પાડ્યો છે. એક વર્ષથી ભાગતા ફરતા વેપારીએ રૂ. 58.56 લાખનો જથ્થો આપ્યો હતો. ગુજરાતમાં બાયો ડીઝલનું સૌથી મોટું નેટવર્ક દક્ષિણ ગુજરાતમાં ચાલે છે તે પણ સુરત જિલ્લાના હાઇવે પરના આજુ બાજુના ઇન્ડસ્ટ્રીમાં આ વેપલો ચાલતો હતો. હાઇવે પર મોટા સાધનો મળી રહે છે, જેથી આ હાઈવે પર મોટો વેપલો ચાલતો હોય છે. થોડા સમય પહેલા પણ ગુજરાત સરકાર દ્વારા આ બાબતે પણ કડક વલણ અપનાવ્યું હતું.

કુલ 17 આરોપીઓની કરવામાં આવી હતી ધરપકડ

સુરતના સરથાણાના વ્રજચોક બસ પાર્કિંગની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઓગસ્ટ 2021માં સરથાણા પોલીસે દરોડા પાડી ગેરકાયદે બાયો ડીઝલ વેચાણ કરતા મનિષ રાવ સહિત કુલ 17ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે કુલ રૂ. 4.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મનિષ રાવની હાથ ધરેલી પૂછપરછમાં સુરતના શાહપોરમાં વાકી બોરડી વિસ્તારના પાલવ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય મોહંમ્મદ ઝુબેર ગુલામ રસુલ ગુલામ આમદ ફુલવાડીનું નામ બહાર આવ્યુ હતુ. પરંતુ મોહંમ્મદ ઝુબેર ભાગતો ફરતો હતો. સુરત ઇકો સેલને બાતમીના આધારે ફરાર મોહંમ્મદ ઝુબેરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જે પછી સુરત ઇકો સેલ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

તપાસમાં મોટા નામો ખુલવાની શક્યતા

ઉલ્લેખનીય છે કે, મોહંમ્મદ ઝુબેર સેમ એન્ટરપ્રાઇઝ નામે ધંધો કરે છે અને દુબઇ-શારજહાંની લુસાકા નામની કંપનીમાંથી ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતો બાયો ડીઝલનો જથ્થો જહાજ મારફતે મુંબઇના પોર્ટ પર મગાવી બાદમાં વેચાણ કરે છે. મોહંમ્મદ ઝુબેર આ બાયો ડીઝલનો જથ્થો દક્ષિણ ગુજરાતના સુરત, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા સહિતના રાજયોમાં વેચાણ કરતો હતો. મોહમંદ ઝુબેરે મનિષ રાવને બાયો ડીઝલના બે કન્ટેનર રૂ. 58.56 લાખનો જથ્થો આપ્યો હતો. આ વિગતના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં તો સુરત ઇકો સેલ દ્વારા આ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જેની તપાસમાં હજુ મોટા માથાના નામો બહાર આવે તો નવાઈ નહીં.

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
g clip-path="url(#clip0_868_265)">