Surat : ટેક્સ્ટાઇલ મિલ માલિકોએ ફરી વખત પ્રોસેસિંગ ચાર્જ વધાર્યા, રો મટિરિયલના ભાવો વધતા લેવો પડ્યો નિર્ણય

|

Mar 23, 2022 | 9:39 AM

કેટલાક મિલ માલિકો આ પરિસ્થિતિમાં વેપારીઓને આકર્ષવા માટે ભાવવધારો કર્યા વગર ઓછા ભાવે કામ મેળવી લેછે . આવા મિલ માલિકોને તેમની મિલ પર જઇને ભાવ વધારા અનુસાર જબિલિંગ કરવા માટે સમજાવવામાં આવશે એમ જીતુ વખારીયાએ જણાવ્યું હતું .

Surat : ટેક્સ્ટાઇલ મિલ માલિકોએ ફરી વખત પ્રોસેસિંગ ચાર્જ વધાર્યા, રો મટિરિયલના ભાવો વધતા લેવો પડ્યો નિર્ણય
Textile mill owners again raise processing charges(File Image )

Follow us on

સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન(South Gujarat Textile Processors Association)ની મળેલી બેઠકમાં ટેક્ષટાઇલ(Textile ) મિલોમાં પ્રોસેસિંગ માટે આવતા ફેબ્રિકના(Fabric ) પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટરે રૂ .1 નો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી એસોસીએશનના પ્રેસિડેન્ટ જીતુભાઇ વખારીયાએ આપી છે . ટેક્ષટાઇલ મિલો પ્રોસેસિંગ ચાર્જ પેટે પ્રતિ મીટર રૂ .10 થી લઇને રૂ .35 જેવી ક્વોલિટી તેવો ભાવ હાલ વસૂલ કરી રહી છે .પ્રોસેસિંગ ચાર્જમાં ટકાવારીમાં વધારો જોઇએ તો 5 થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હોવાનું કહી શકાય . એક નિવેદનમાં સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જીતુભાઇ વખારીયાએ કહ્યુ હતું કે ટેક્ષટાઇલ પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવાતા રો મટિરિયલ તેમજ કોલસાના ભાવોમાં છેલ્લા 2 વર્ષમાં 110 ટકાનો જંગી વધારો થયો છે . હજુ પણ ભાવો સતત વધી રહ્યા છે .

હાલમાં મોટાભાગના વેપારીઓ સાથે મિલ માલિકોનો સંઘર્ષ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટરે 1 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય પ્રોસેસિંગ યુનિટો નુકસાનીમાં કામ કરી રહ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે મોટી નુકસાનીમાંથી બચવા માટે મિલો બંધ કરી શકાય નહીં કેમકે હજારો લેબરની રોજીરોટીનો સવાલ આવે તેમ છે .

આવી સ્થિતિમાં લાંબો સમય યુનિટો ચલાવી શકાય તેમ નથી . આથી નાછૂટકે પ્રોસેસિંગ ઉદ્યોગને ટકાવી રાખવા માટે તમામ પ્રોસેસર્સની સંમતિથી પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટરે 1 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે . આ વધારો તા .1 લી એપ્રિલ 2022 થી અમલી બનશે અને મિલમાંથી ડિસ્પેચ થનારા માલના બિલમાં નવા રેટનો અમલ કરવાનું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે .

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એસોસીએશનની વિરૂધ્ધ જઇને ઓછા ભાવમાં ધંધો કરી લેતા મિલ માલિકોને સમજાવાશે

કેટલાક ટેક્ષટાઇલ મિલ માલિકો દ્વારા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના સર્વાનુમત નિર્ણય પછી પણ ભાવ વધારાનો અમલ કરતા નથી અને ખાનગીમાં ઓછા દરેપ્રોસેસિંગ કામ કરી આપે છે એવી પણ ફરીયાદો એસોસીએશનની મિટીંગમાં થઇ હતી . મોટા ભાગના મિલ માલિકો ભાવ વધારાનો અમલ કરવા તૈયાર હોય છે.

પરંતુ , કેટલાક મિલ માલિકો આ પરિસ્થિતિમાં વેપારીઓને આકર્ષવા માટે ભાવવધારો કર્યા વગર ઓછા ભાવે કામ મેળવી લેછે . આવા મિલ માલિકોને તેમની મિલ પર જઇને ભાવ વધારા અનુસાર જબિલિંગ કરવા માટે સમજાવવામાં આવશે એમ જીતુ વખારીયાએ જણાવ્યું હતું .

આ પણ વાંચો :

લાંચીયો કોન્સ્ટેબલ : વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ઝડપાયો

Surat : ભાજપ છોડી “આપ” માં ફરી જોડાનાર મહિલા કોર્પોરેટરને ગેરલાયક ઠેરવવા સરકારને પત્ર

Next Article