AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ટેકસટાઇલ માર્કેટમાં 90 કરોડનું ઉઠમણું થતા માર્કેટમાં ભયનો માહોલ, વિવર્સ એસોસિએશન ગૃહ મંત્રીને રજૂઆત કરશે

સુરત(Surat) ટેકસટાઇલ માર્કેટની સાથે વેપારીઓ નાના-મોટા કાપડના વેપારીઓ અને વેપારીઓ સંકળાયેલા હોય છે માર્કેટમાં ખાસ કરીને ચીટર ટોળકી આયોજનપૂર્વક વેપારીઓના રૂપિયા લઇ નાણાં નહિ આપી છેતરપીંડી કરતા હોવાની બાબત સામે આવી છે.

Surat : ટેકસટાઇલ માર્કેટમાં 90 કરોડનું ઉઠમણું થતા માર્કેટમાં ભયનો માહોલ, વિવર્સ એસોસિએશન ગૃહ મંત્રીને રજૂઆત કરશે
Surat Textile Market (File Image)
Baldev Suthar
| Edited By: | Updated on: May 13, 2022 | 4:55 PM
Share

સુરત (Surat) શહેર ટેક્સટાઇલ માર્કેટનું (Textile Market) મોટું હબ કહેવાય છે પણ છેલ્લા ઘણા સમયથી સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની અંદર નાના મોટા વેપારીઓ દ્વારા ઉઠમણાં (Fraud) થવાના કિસ્સા સતત વધી રહ્યા છે. જેના કારણે સૌથી વધુ અસર સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ પર પડી રહી છે તેના કારણે આવનારા સમયની અંદર માર્કેટને ભારે અસર પડી શકે છે. જેમાં તહેવારોની સિઝનમાં આવા વેપારીઓના ઉઠામણાં મોટું નુકસાન કરી શકે છે તેવામાં જ બે  યુવાનો વેપારી બની  અલગ-અલગ માર્કેટમાં ઓફિસ શરૂ કરી અને અંદાજિત સૌથી વધુ 90 કરોડથી વધુની રકમની ઉચાપત કરી માર્કેટમાંથી ગાયબ થતાંની સાથે જ માર્કેટમાં હાલમાં ભયનો માહોલ છવાયો છે. જો કે અંગે  વિવર્સ એસોસિએશન ગૃહ મંત્રીને રજૂઆત કરશે.

ગૃહમંત્રીએ ગંભીરતાથી લઈને તાત્કાલિક સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યા હતા

સુરત ટેક્સટાઇલ માર્કેટ અવારનવાર વિવાદમાં આવતું રહેતું હોય છે કારણકે દેશભરની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ  એટલે સુરત. સુરત ટેકસટાઇલ માર્કેટની સાથે વેપારીઓ નાના-મોટા કાપડના વેપારીઓ અને વેપારીઓ સંકળાયેલા હોય છે માર્કેટમાં ખાસ કરીને ચીટર ટોળકી આયોજનપૂર્વક વેપારીઓના રૂપિયા લઇ અથવા તો વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં માલ લઈ અને ઉઠમણા કરતા હોવાની બાબતને ગૃહમંત્રીએ ગંભીરતાથી લઈને તાત્કાલિક સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યા હતા.

મોટા પ્રમાણમાં વેપારીઓના રૂપિયા સલવાયા હોવાની વાત સામે આવી

જેમાં ત્યારબાદ સુરત પોલીસ કમિશનર દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશન છે માર્કેટ વિસ્તારમાં પોલીસ સ્ટેશન કહેવાય છે તે આખા પોલીસ સ્ટેશનની ફેરબદલ કરી હતી અને ત્યારબાદ નવા સ્ટાફની ભરતી કરી અને આ પોલીસ સ્ટેશનની અંદર વેપારીઓના થતા અન્ય માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત ટેકસટાઇલ માર્કેટની અંદર બે નાની બહેનો વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં માલ લઈ અને અચાનક છેલ્લા બે દિવસથી ગાયબ થઈ જતા મોટા પ્રમાણમાં વેપારીઓના રૂપિયા સલવાયા હોવાની વાત સામે આવી છે

આ ઉપરાંત  બીજા કેટલાક મોટા નામચીન વેપારીઓના રૂપિયા પણ સલવાયા હોવાની વાત છે પણ વેપારીઓ પોતાની બદનામીના કારણે સામે નથી આવી રહ્યા. પરતું વેપારીઓ સાથે મળી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર આ બાબતે રજૂઆત કરી છે.

g clip-path="url(#clip0_868_265)">