Surat: 50,907 નંગ હીરાથી બનેલી સૂર્યમુખી ડિઝાઈનની વીંટીને ગીનિસ બૂકમાં મળ્યુ સ્થાન, જાણો શું છે તેની ખાસિયત

Surat News : ખાસ કરીને પર્યાવરણ બચાવોનો મેસેજ આપવા માટે આ રિંગ તૈયાર કરવામાં આવી હોવાનું કંપનીના મેનેજમેન્ટે કહ્યું હતું. એટલા માટે જ રિંગની ડિઝાઈન સૂર્યમુખીના ફૂલ આકારની તૈયાર કરવામાં આવી છે.

Surat: 50,907 નંગ હીરાથી બનેલી સૂર્યમુખી ડિઝાઈનની વીંટીને ગીનિસ બૂકમાં મળ્યુ સ્થાન, જાણો શું છે તેની ખાસિયત
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 19, 2023 | 4:30 PM

સુરતની એચ.કે ડિઝાઈન્સ કંપની દ્વારા 50907 નંગ હીરાનો ઉપયોગ કરીને સોનાની સૂર્યમુખી જેવી વીંટી તૈયાર કરવામાં આવી છે. આ રીંગની કિંમત 6.44 કરોડ રૂપિયા છે. આ રિંગને બનાવતા 9 મહિનાનો સમય લાગ્યો હતો. રિંગમાં 460.55 ગ્રામ ગોલ્ડ અને 130.19 કેરેટ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિંગનો ગીનિસ બુક રેકર્ડમાં સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો-Deepika Padukone પઠાણ પછી શાહરૂખ ખાન સાથે જવાનમાં બતાવશે જલવો ! શૂટિંગ સેટનો Photo Viral

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

દરેક હીરાની સામે એક વૃક્ષ કંપની દ્વારા લગાવાવમાં આવશે

ખાસ કરીને પર્યાવરણ બચાવોનો મેસેજ આપવા માટે આ રિંગ તૈયાર કરવામાં આવી હોવાનું કંપનીના મેનેજમેન્ટે કહ્યું હતું. એટલા માટે જ રિંગની ડિઝાઈન સૂર્યમુખીના ફૂલ આકારની તૈયાર કરવામાં આવી છે. રિંગમાં 50907 નંગ હીરા છે, દરેક હીરાની સામે એક વૃક્ષ કંપની દ્વારા લગાવવામાં આવશે. એટલે 50907 વૃક્ષો ઉગાડાશે.

માત્ર ડિઝાઈન માટે 4 મહિનાનો સમય લાગ્યો

હરીકૃષ્ણ એક્સપોર્ટના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામ ધોળકિયાએ કહ્યું હતું કે, ‘આ રિંગ એ અમારા માટે વસિયતનામુ છે. અમારી ટીમની મહેનત અને સમર્પણને કારણે અમે આ યુનિક રિંગ બનાવી શક્યા છીએ. અમારી ક્ષમતાઓને ઓળંગવા માટે અમે તત્પર છીએ જેને ધ્યાનમાં રાખીને અમે આ રિંગ ડિઝાઈન કરી છે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

ફૂલમાંથી પ્રેરણા લઈને આ રિંગ બનાવી

સૂર્યમુખીના ફૂલમાંથી પ્રેરણા લઈને આ રિંગ બનાવી છે. આ રિંગ બનાવતા 9 મહિનાનો સમય લાગ્યો હતો. 50 હજારથી વધારે નંગ હીરા લગાવાવનો ટાર્ગેટ હતો એટલે કેડ ડિઝાઈન તૈયાર થતાં 4 મહિનાનો સમય લાગ્યો હતો.

રિસાઈકલ સોનાનો કરાયો છે ઉપયોગ

સંપૂર્ણપણ રિસાઈકલ કરેલા સોનામાંથી રિંગ તૈયાર કરવામાં આવી છે. આ ગ્રાહકો દ્વારા રિટર્ન કરવામાં આવેલા 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરીને આ વીંટીને કુલ 8 ભાગમાં વહેચવામાં આવી છે. તેમાં સૂર્યમુખીની પાંખો અને પતંગિયાની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. રિંગમાં કુલ 50907 નંગ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 50907 હીરા હાથથી જ સેટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">