Gujarati Video : વલસાડનું ઝરોલી ગામ બનશે ગુજરાતની ઓળખ, બુલેટ ટ્રેન માટે બનાવાશે 350 મીટર લાંબી ટનલ

Gujarati Video : વલસાડનું ઝરોલી ગામ બનશે ગુજરાતની ઓળખ, બુલેટ ટ્રેન માટે બનાવાશે 350 મીટર લાંબી ટનલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 12:46 PM

ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. આ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. કારણકે ઝરોલી ગામમાં આવેલા એક પર્વતમાં એક ટનલ બનાવવામાં આવી રહી છે.

ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. આ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. કારણ કે ઝરોલી ગામમાં આવેલા એક પર્વતમાં એક ટનલ બનાવવામાં આવી રહી છે. જેમાંથી બુલેટ ટ્રેન પસાર થશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલુ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પુરજોશમાં ચાલી રહી છે.

આ પણ વાંચો : Breaking News : વલસાડના મોગરાવાડીની કોરોના પોઝિટિવ મહિલાનું થયું મોત, તંત્રે વિસ્તારને ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યો

વાપી નજીક ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે પહાડમાં ટનલ બનાવવામાં આવી રહી છે. અંદાજિત 350 મીટર લંબાઈની આ ટનલ માટે અત્યાર સુધીમાં 67 મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઝરોલી ગામ નજીક આવેલા પર્વતમાં બુલેટ ટ્રેન જે ટનલ માંથી પસાર થવાની છે. ત્યાં સુધી ટ્રેન વાયડકટ, પુલ પર આવ્યા બાદ આ બોગદામાંથી પસાર થશે. 350 મીટર લાંબી ટનલ બનાવવા અદ્યતન શારડી ધરાવતા વાહનો દ્વારા પહાડની અંદર માટી-પથ્થર તોડવામાં આવી રહ્યા છે. આ માટે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સ્કીલ્ડ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે આ કામગીરી હાથ ધરાઈ રહી છે.

સૂચિત હાઈ સ્પીડ રેલ કોરિડોર મુંબઈમાં થાણે ક્રીકમાંથી પસાર થશે. આ વિસ્તાર ફ્લેમિંગો અને નજીકના મેન્ગ્રોવ્સ માટે સંરક્ષિત અભયારણ્ય હોવાથી, રેલ્વે ટ્રેક ટનલ દ્વારા દરિયાની અંદર બનાવવામાં આવશે, જેથી હાલની ઇકોસિસ્ટમને કોઈ ખલેલ ન પહોંચે. આ ટનલ ભારતની સૌથી લાંબી રેલ પરિવહન અને પ્રથમ under sea ટનલ હશે.

ટનલ 13.2 મીટર વ્યાસ ધરાવતી એક જ ટ્યુબ હશે. જે વિવિધ વિભાગોમાં NATM અને TBM બંને પદ્ધતિઓ દ્વારા ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના કુલ 508.09 KMના અંતરમાંથી 460.3 KM વાયડક્ટ હશે, 9.22 KM પુલો પર, 25.87 KM ટનલ મારફતે જેમાં 7 KM લાંબી અંડરસી ટનલ અને 12.9 KMનો રૂટ જમીનની નીચે કે પહાડમાંથી બનાવવામાં આવી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">