Gujarat Video: સુરતમાં વધ્યો તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં અલગ અલગ બે જગ્યાએ કર્યો હાથફેરો, જુઓ Video
Surat: સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. દિવસે દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. શહેરમાં એક જ રાતમાં બે અલગ અલગ જગ્યાએ તસ્કરોના હાથફેરો કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.
સુરત શહેરમાં તસ્કરોનો તરખાટ વધ્યો છે. શહેરમાં ગત રાત્રે એક જ રાતમાં અલગ અલગ બે જગ્યાએ તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યુ છે. શહેરના પુણા અને લીંબાયત વિસ્તારમાં ચોરી થઈ હતી. જેમા કારમાં આવેલા તસ્કરોએ લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને જગ્યાના સીસીટીવી જોતૈ એક જ ગેંગ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. જો કે આ ઘટનામાં હજુ સુધી પોલીસે ચોરીની કોઈ ફરિયાદ લીધી નથી.
પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ચોરીની આ બંને ઘટનામાં જે સીસીટીવી સામે આવ્યા છે તેમા બંને ઘટના વચ્ચે માત્ર 30 મિનિટનો જ સમયગાળાનો તફાવત છે. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. તસ્કરો બેફામ બનતા પોલીસ દ્વારા સમયસર ફરિયાદ ન લેવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
ઈનપુટ ક્રેડિટ- બલદેવ સુથાર- સુરત
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
