Surat : સરથાણામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર થયો હૂમલો, એક વ્યક્તિને આંખમાં ગંભીર ઇજા
Surat : રખડતા ઢોર પકડવા માટે ગયેલી પાલિકાની ઢોર નિયંત્રણ વિભાગની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટીમના એક વ્યક્તિને આંખમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
Surat : સુરતના સરથાણા વિસ્તારમાં રખડતા ઢોર (Stray cattle) પકડવા માટે ગયેલી પાલિકાની ઢોર નિયંત્રણ વિભાગની ટીમ પર પશુપાલકો (Cattle breeders) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટીમના એક વ્યક્તિને આંખમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં ઇજાગ્રસ્તને સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર મામલે સરથાણા પોલીસે (Sarthana Police) ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો- Gujarat માં મળશે 13,000 લોકોને રોજગારી, લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી સ્થપાશે
સુરત મહાનગરપાલિકાના ઢોર નિયંત્રણ વિભાગમાં આનંદ પટેલ પણ ફરજ બજાવે છે. આનંદ પટેલ નિત્યક્રમ મુજબ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરના નિયંત્રણ માટેની કામગીરી કરવા પાલિકાના સ્ટાફ સાથે સુરતના સરથાણા વિસ્તારમાં ગયા હતા. અહીં આવેલા સરદાર ફાર્મ નજીક રખડતા પશુને પકડવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી હતી. જે દરમિયાન પશુને પકડવાની કામગીરી વખતે ત્યાં ધસી આવેલા પશુપાલકોએ જીભાજોડી કરી હતી. સાથે જ ઝપાઝપી કરી પશુને છોડવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- Gujarat માં મળશે 13,000 લોકોને રોજગારી, લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી સ્થપાશે
આ સમયે એક પશુપાલક હાથમાં લાકડાનો ફટકો લઈ આવી પહોંચ્યો હતો અને હુમલો કરી દીધો હતો. જે ઘટનામાં આનંદ પટેલને આંખના ભાગે ઇજા થતાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે સરથાણા પોલીસે પશુપાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ દિનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ સુરત મહાનગર પાલિકા દ્વારા ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાન એટલે કે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરતના કતારગામ વોટરવકૅસની સામે 1 કરોડના ખર્ચે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે મેયર હેમાલીબેન બોઘવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ શેલ્ટર હોમમાં 156 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત રસોઈ, પાણી સાથે સાથે અન્ય જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી અહીં વસવાટ કરવા આવનારને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો