AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરતમાં બ્લેક ફંગસનો અજીબ કિસ્સો, દર્દીના ફેફસામાં જોવા મળ્યું ઇન્ફેક્શન

નંદુરબારના રહેવાસી 60 વર્ષીય એક વૃદ્ધને માથામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ હતી. 10 દિવસ પહેલા સારવાર માટે તે સુરત સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા

Surat : સુરતમાં બ્લેક ફંગસનો અજીબ કિસ્સો, દર્દીના ફેફસામાં જોવા મળ્યું ઇન્ફેક્શન
Surat: Strange case of black fungus in Surat, infection found in patient's lung
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 8:16 AM
Share

બ્લેક ફંગસ (Black Fungus ) ના કેસો ભલે ઓછા થઇ ગયા છે. પણ સુરતમાં એક અજીબ જ કેસ સામે આવ્યો છે. જેમાં પહેલી વાર ફેફસાની(Lungs ) અંદર બ્લેક ફંગસ જોવા મળ્યું છે. જેને જોઈને સિવિલના ડોકટરો પણ હેરાન છે. સિવિલના તબીબોનું કહેવું છે કે બ્લેક ફંગસ વિશે તેમને અત્યારસુધી આવા કેસો ચોપડીમાં જ વાંચ્યા હતા. પણ ફેફસામાં મ્યુકર માઇકોસિસના દર્દીને જોઈ પણ લીધો છે. અત્યારસુધી આવા દર્દી આવ્યા નહોતા.

સામાન્ય રીતે આ બીમારી સાઇનસ મારફતે જડબા, આંખ, અને તે પછી બ્રેઇનને સંક્રમિત કરે છે. સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગના પ્રોફેસર ડો. આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે સુરત સિવિલમાં અત્યારસુધી 550 કરતા વધારે મ્યુકર માઇકોસિસના દર્દીઓની સારવાર કરવામાં આવી છે. પરંતુ આ પહેલો કેસ એવો છે જેમાં દર્દીને ફેફસામાં બ્લેક ફંગસ થઇ ગયું છે. દર્દીની સારવાર ચાલી રહી છે અને હાલ તે સ્ટેબલ છે. તેને એમ્ફોટેરિસિંન ઇન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે. અને મ્યુકર માઇકોસિસના વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

10 દિવસ પહેલા નંદુરબારથી ઈલાજ માટે સુરત આવ્યા હતા  નંદુરબારના રહેવાસી 60 વર્ષીય એક વૃદ્ધને માથામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ હતી. 10 દિવસ પહેલા સારવાર માટે તે સુરત સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ટીબી અને ચેસ્ટ વિભાગમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે તેમને ટીબી નથી. તે પછી ડોક્ટરોએ તેમના છાતી અને બ્રેઈનનું સીટી સ્કેન અને એમ.આર.આઈ. કરાવ્યું હતું. જેમાં બ્લેક ફંગસ હોવાનું બહાર આવ્યું હતું.

બ્લેક ફંગસના હવે ફક્ત 3 દર્દીઓ  ડો.આનંદ ચૌધરી જણાવે છે કે સિવિલમાં અત્યારસુધી 550 કરતા વધુ દર્દીઓ બ્લેક ફંગસ ના સામે આવી ચુક્યા છે. પણ હાલ ફક્ત ત્રણ દર્દીઓ જ સારવાર લઇ રહ્યા છે. લાંબા સમયથી કોઈ નવો દર્દી નથી નોંધાયો. મ્યુકર માઇકોસિસને કારણે 46 દર્દીઓનો જીવ ગુમાવવો પડ્યો છે. ત્યાં જ 22 દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. અત્યારસુધી સિવિલ હોસ્પિટલમાં 450 કરતા વધારે દર્દીઓનું ઓપરેશન થયું છે. અત્યારસુધી સાઇનસ, જડબા, આંખ અને બ્રેઈનમાં જ બ્લેક ફંગસ મળતા હતા. પરંતુ ફેફસામાં બ્લેક ફંગસ મળવાનો આ પહેલો કેસ છે.

આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે

આ પણ વાંચો: Surat: બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ, CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">