Surat: એસટી વિભાગે તલાટીની પરીક્ષાને લઈને રૂટીન સિવાય 172 એક્સ્ટ્રા બસો દોડાવી, 11 લાખની વધુ આવક થઇ
સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જરે જણાવ્યું હતું કે 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. જેથી સુરતથી અમદાવાદ, વડોદરા, નડીયાદ, આણંદ, છોટા ઉદેપુર, વાપી, વ્યારા, વલસાડ, નવસારી સુધી રૂટીન બસો સિવાય પણ વધુ 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.
ગુજરાતમાં રવિવારે 7 મેના રોજ તલાટીની પરીક્ષા(Talati Exam) યોજાઈ હતી. ત્યારે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોચી શકે તે માટે સુરત(Surat) એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું હતું. દરમ્યાન ગતરોજ સુરત એસટી વિભાગે 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવી હતી જેના કારણે સુરત એસટી વિભાગને 11 લાખની આવક થઇ હતી. રાજ્યમાં વાર તહેવાર કે પછી સરકારી પરીક્ષા દરમ્યાન સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે જેથી કરીને લોકોને હાલાકી ન ભોગવવી પડે. ત્યારે રાજ્યમાં 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી.
ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી
આ પરીક્ષાને લઈને ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉથી ઓનલાઈન બુકિંગ અને કંટ્રોલ રૂમ નબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.7 મે ના રોજ સુરત એસટી વિભાગ દ્વારા 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. વહેલી સવારથી જ સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જર તેમજ અન્ય સ્ટાફ કામગીરીમાં જોતરાઈ ગયો હતો. વિભાગીય નિયામક પી.વી.ગુર્જર દ્વારા બસને લઈને કોઈ લોકોને હાલાકી ન પડે તે માટે સંપૂર્ણ આયોજન કરી દિવસ દરમ્યાન કામગીરી પર નજર પણ રાખવામાં આવી રહી હતી.
એક્સ્ટ્રા બસોમાં 15 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી
સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જરે જણાવ્યું હતું કે 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. જેથી સુરતથી અમદાવાદ, વડોદરા, નડીયાદ, આણંદ, છોટા ઉદેપુર, વાપી, વ્યારા, વલસાડ, નવસારી સુધી રૂટીન બસો સિવાય પણ વધુ 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. રૂટીન સિવાય દોડેલી આ એક્સ્ટ્રા બસોમાં 15 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાના કારણે સુરત એસટી વિભાગને 11 લાખની આવક થઇ હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…