Gujarati Video: રાજ્યમાં 5 વર્ષમાં 40 હજાર મહિલાઓ ગુમ થવાના અહેવાલોનું ગુજરાત પોલીસે કર્યુ ખંડન, NCRBના આંકડા મુ્દ્દે કરી આ સ્પષ્ટતા

NCRB Data: ગુજરાતમાં 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થવાના અહેવાલોનુ ગુજરાત પોલીસે ખંડન કરતા મોટી સ્પષ્ટતા કરી છે. ગુજરાત પોલીસે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુદ્દે સ્પષ્ટતા કરી છે કે ગુમ થયેલી મહિલાઓની માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 11:25 PM

ગુજરાતમાં 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થયાના અહેવાલોને ગુજરાત પોલીસે પાયાવિહોણા ગણાવ્યા છે. ગુજરાત પોલીસે ગુમ મહિલાઓ અંગેના અહેવાલોનું ખંડન કર્યું છે. ગુજરાત પોલીસે ટ્વિટર પર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ મુદ્દે સ્પષ્ટતા કરી છે. ગુજરાત પોલીસે જણાવ્યું કે NCRBના આંકડાઓને આધારે ગુમ થયેલી મહિલાઓ અંગેના અહેવાલોમાં જે માહિતીઓ રજૂ કરવામાં આવી છે તે અધૂરી છે અને ગેરમાર્ગે દોરનારી છે.

ગુમ થયેલી મહિલાઓ પૈકી 94.90 ટકા મહિલાઓ પરત આવી

ગુજરાત પોલીસે જણાવ્યું કે ગુમ થયેલી 41,621 મહિલાઓ પૈકી 39,497 મહિલાઓ પરત આવી છે. મતલબ કે કુલ પૈકી 94.90 ટકા મહિલાઓ પરત મળી આવેલ છે અને હાલ તે તેમના પરિવાર સાથે છે.

આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યુ તંત્રનું બુલડોઝર, થલતેજમાં ક્લેક્ટર અને પોલીસની હાજરીમાં ડિમોલિશન

NCRBના પોર્ટલ પર જ ગુમ થયેલી મહિલાઓ અને પરત મળી આવેલી મહિલાઓ એમ બંનેનો ડેટા ઉપલબ્ધ છે. જેની ખરાઈ NCRBના પોર્ટલ પરથી પણ કરી શકાય છે. મહત્વનું છે કે NCRBના ડેટાને ટાંકીને ગુજરાતમાં ગુમ થયેલી મહિલાઓ અંગે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં વર્ષ 2016થી 2020 એમ 5 વર્ષ દરમિયાન કુલ 41,621 મહિલાઓ ગુમ થઈ ગઈ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">