Surat : શાકભાજીની લારી ચલાવી ગુજરાન કરનારના પુત્રએ 12 કોમર્સમાં ટોપ કર્યું, 94.71 ટકા મેળવી પિતાનું સપનું પૂરું કરશે

સુરતમાં (Surat) શાકભાજીના વેપાર કરતા વેપારીના પુત્ર એ 94% સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પિતાનું નામ રોશન કર્યું છે. ત્યારે ગરીબ પરિસ્થિતિમાં ઉચ્ચ પરિણામ હાંસલ કરતા શાળા દ્વારા પણ આ વિદ્યાર્થીનો તમામ ભણતરનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લેવાની લીધી છે.

Surat : શાકભાજીની લારી ચલાવી ગુજરાન કરનારના પુત્રએ 12 કોમર્સમાં ટોપ કર્યું, 94.71 ટકા મેળવી પિતાનું સપનું પૂરું કરશે
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 31, 2023 | 10:15 AM

GSEB HSC 12th Results 2023 : ગુજરાતમાં આજે ધોરણ -12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે. ત્યારે સુરતમાં (Surat) અનેક વિદ્યાર્થીઓએ આ પરિણામમાં (12th Result) અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સુરતમાં શાકભાજીના વેપાર કરતા વેપારીના પુત્રએ 94% સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પિતાનું નામ રોશન કર્યું છે. ત્યારે ગરીબ પરિસ્થિતિમાં ઉચ્ચ પરિણામ હાંસલ કરતા આ વિદ્યાર્થીનો તમામ ભણતરનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી શાળાએ લીધી છે.

સૌથી વધુ A-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર સુરતના વિદ્યાર્થી

12 કોમર્સનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં સૌથી વધુ A-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર સુરતના વિદ્યાર્થીઓ નોંધાયા છે. આજના આ પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ  અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આવી જ એક સંઘર્ષ સાથે ઉચ્ચ પરિણામ હાંસલ કરવાની સિદ્ધિ સુરતના પ્રદીપ માળી નામના વિદ્યાર્થીએ મેળવી છે. સુરતની એક ખાનગી શાળામાં ભણતો પ્રદીપ માળીના પિતા ભગવાનભાઈ માળી છેલ્લા અનેક વર્ષોથી શહેરમાં શાકભાજી વેચાણ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજના પરિણામમાં પ્રદીપ દ્વારા ઉચ્ચ પરિણામ હાંસલ કરી પિતાનું નામ રોશન કર્યું છે.

વિદ્યાર્થી પ્રદીપ માળીના પિતા ભગવાનભાઈ માળી રસ્તા પર રોજ શાકભાજીનું વેચાણ કરે છે અને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમના પુત્ર 12 કોમર્સના પરિણામમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રદીપ માળીએ આજે જાહેર થયેલા 12 કોમર્સના પરિણામમાં 94.71% પ્રાપ્ત કરીને A-1 ગ્રેડ મેળવ્યો છે. ઘરની સ્થિતિ ખૂબ જ સામાન્ય હોવા છતા આ વિદ્યાર્થીએ આટલું ઊંચું પરિણામ હાંસલ કરતા પરિવાર અને સ્કૂલ બંને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જાણો A-1 ગ્રેડ મેળવનાર પ્રદીપે શું કહ્યુ

શાકભાજીના વેપાર કરનારના પુત્ર પ્રદીપે હાંસલ કરેલ ઉચ્ચ પરિણામને લઇ પ્રદીપ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે આ પરિણામ પાછળ મારા માતા-પિતાનો ખૂબ જ મોટો સહયોગ છે. પિતાએ મને પેટે પાટા બાંધીને ભણાવ્યો છે. ઘરની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી છતાં પિતાએ મારા અભ્યાસ માટે ખૂબ જ મહેનત કરી હતી. રોજ સાતથી આઠ કલાકની વાંચન સાથેની મારી મહેનત હતી. છેલ્લા દિવસોમાં નિયમિત રિવિઝન કરતું હતું. અને આ બધાની સાથે સૌથી વધારે મહત્વ એકાગ્રતા સાથે અભ્યાસ કરવાનું હતું.

12 કોમર્સમાં હાંસલ કરેલી ઉચ્ચ સિદ્ધિને લઈ શાળાના ટ્રસ્ટી શૈલેષભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, પિતા શાકભાજીનો વેપાર કરતાં વિદ્યાર્થીએ ઉચ્ચ પરિણામ હાંસલ કરીને અમારી શાળાનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં આ વિદ્યાર્થી ધોરણ 10 સુધી હિન્દી મીડિયમમાં ભણતો હતો અને ત્યારબાદ તેણે ગુજરાતી મીડીયમમાં ભણવાનું શરૂ કર્યું. તેમ છતાં તેણે આ પ્રકારનું ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે.

આ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી પ્રેરણા રૂપ છે. ઘરની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી છતાં વિદ્યાર્થીએ તેને પોતાના અભ્યાસની આડે ક્યારે આવવા દીધી નથી. તેથી શાળાએ પણ વિદ્યાર્થી માટે એક નિર્ણય કર્યો છે. આ વિદ્યાર્થી જે બનવા માગતો હોય અને જે કોલેજમાં અભ્યાસ કરવા માંગતો હોય તે તમામ ખર્ચ શાળા ઉઠાવશે. વિદ્યાર્થી પોતાના ભવિષ્યમાં જે બનવા ઇચ્છતો હોય તેની પાછળ જેટલો પણ ખર્ચ થાય તે તમામ ખર્ચ શાળા ઉઠાવશે તેવો નિર્ણય શાળાએ કર્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">