સુરતમાં 2.90 કરોડના ખર્ચે 20 હજાર રખડતા શ્વાનનુ ખસીકરણ કરાશે

Surat: છેલ્લા 9 મહિનાથી શ્વાનના રસીકરણ અને ખસીકરણની કામગીરી અટકી પડી હતી. જોકે શ્વાન કરડવાના અને હડકવાના બનાવો વધતા અટકાવવા માટે હવે ફરી એજન્સીને કામ સોંપવા દરખાસ્ત સોંપવામાં આવી છે.

સુરતમાં 2.90 કરોડના ખર્ચે 20 હજાર રખડતા શ્વાનનુ ખસીકરણ કરાશે
Surat: SMC target to exterminate 20 thousand stray dogs in 1 year in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 5:45 PM

સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન રહ્યો છે. વધુમાં કોરોનાકાળમાં છેલ્લા 9 મહિનાથી આ કામગીરી પર સદંતર બ્રેક લાગી હતી. ત્યારે હવે સુરત મહાનગરપાલિકાએ રખડતા કૂતરાઓની સંખ્યા કાબુમાં કરવા અને હડકવાના કેસ ન વધે તે માટે કુતરાઓના ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવનાર છે. જો કે આ કામગીરી પહેલાથી વિવાદમાં રહી છે. હાલ છેલ્લા 9 મહિનાથી બંધ પડેલી આ કામગીરી ફરી શરૂ કરશે.

જોકે આ વખતે અગાઉ કરતા દોઢ ગણા ભાવે એ જ એજન્સીને ટેન્ડર આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છ્હે. જેને લઈને ફરી વિવાદ ઉભો થયો છે. આ અંગે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે. સુરતમાં કૂતરાઓની સંખ્યા અંદાજે 20 હજાર જેટલી છે. જેના ખસીકરણ અને રસીકરણ બંને માટે હૈદરાબાદની એજન્સી વેટ્સ સોસાયટી ફોર એનિમલ વેલ્ફેર એન્ડ રૂરલ ડેવલપમેન્ટને 1450 પ્રતિ શ્વાન પેટે કામગીરી સોંપવા સ્ટેન્ડિંગ પાસે મંજુર માંગવામાં આવી છે.

જોકે છેલ્લા પાંચ વર્ષથી આ જ એજન્સી રૂ.839ના ભાવમાં ખસીકરણની કામગીરી કરતી આવી હતી. તેમજ નવ મહિના પહેલા તેનો ઈજારો પૂરો થયા બાદ ત્રણ ત્રણ વખત નવા ટેન્ડર મનગાવવામાં આવ્યા હતા પરંતુ બે વખતે કોઈને કોઈ કારણોસર ટેન્ડરો દફ્તરે કરવા પડ્યા હતા. અને ત્રીજા પ્રયાસમાં માત્ર આ એક જ એજન્સી ક્વોલિફાય થઇ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જેના કારણે આ એજન્સીને લાભ થઈ ગયો છે. અને હવે તેને નવા ટેન્ડરમાં શ્વાનદીઠ ખસીકરણના ભાવમાં રૂ.611નો વધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2020માં ઈજારો પૂર્ણ થતા આ એજન્સીને ટેન્ડર પ્રક્રિયા નહીં થાય ત્યાં સુધી કામ ચાલુ રાખવા ડિપાર્ટમેન્ટે સંમતિ માંગી હતી. જોકે ત્યારે આ કામગીરીરમાં કૌભાંડ થતા મનપા કમિશનરે આ એજન્સીને કામ માટે સંમતિ આપવાને બદલે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા સૂચના આપી હતી. ત્યારે હવે આગામી ગુરુવારે સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો:

Surat : આ વર્ષે પણ ગણપતિ અને દશામાનું વિસર્જન ઘર આંગણે જ કરવું પડશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">